ચીન સાથે તણાવ વધવા પર ટ્રમ્પ ભારતનું સમર્થન કરશે તેની કોઈ ગેરન્ટી નથી : જોન બોલ્ટન

News18 Gujarati
Updated: July 11, 2020, 7:21 PM IST
ચીન સાથે તણાવ વધવા પર ટ્રમ્પ ભારતનું સમર્થન કરશે તેની કોઈ ગેરન્ટી નથી : જોન બોલ્ટન
ચીન સાથે તણાવ વધવા પર ટ્રમ્પ ભારતનું સમર્થન કરશે તેની કોઈ ગેરન્ટી નથી : જોન બોલ્ટન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક ટેલિવિઝન ચેનલ સાથે ઇન્ટરવ્યૂમાં આ વાત કરી

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને (Former National Security advisor John Bolton)કહ્યું કે જો ભારત-ચીન સરહદ તણાવ વધે તો તેની કોઈ ગેરન્ટી નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ભારતનું સમર્થન કરે. બોલ્ટને એક ટેલિવિઝન ચેનલ સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ચીન પોતાની સરહદો પર આક્રમક રીતે વ્યવહાર કરી રહ્યું છે. નિશ્ચિત રીતે પૂર્વી અને દક્ષિણ ચીન સાગરમાં (South China Sea)તથા જાપાન, ભારત અને અન્ય દેશો સાથે તેના સંબંધો ખરાબ થયા છે.

ટ્રમ્પ ચીન સામે કેટલી હદ સુધી ભારતનું સમર્થન કરવા માટે તૈયાર છે તેવા સવાલ પર તેમણે કહ્યું હતું કે મને નથી ખબર કે તે શું નિર્ણય કરશે અને મને નથી લાગતું કે તેમને પણ આ વિશે ખબર હોય. મને લાગે છે કે ચીન સાથે ભૂ રણનીતિક સંબંધ જોવે છે. ઉદાહરણ માટે વિશેષ રૂપથી વેપારના ચશ્માથી.

આ પણ વાંચો - કોવિડ-19 માટે બાયોકોનની આ દવાને મળી મંજૂરી, મૃત્યુદર ઓછો કરવામાં થઈ શકે છે સફળ

બોલ્ટને કહ્યું હતું કે મને નથી ખબર કે ટ્રમ્પ નવેમ્બરમાં ચૂંટણી પછી શું કરશે. તે મોટા ચીન વેપાર સમજુતી પર પાછા આવશે. જો ભારત અને ચીન વચ્ચે વિવાદ રહે તો મને નથી ખબર કે તે કોનું સમર્થન કરશે. એ સવાલ કરાયો હતો કે શું તે માને છે કે જો ભારત અને ચીન વચ્ચે તણાવ વધે તો તેની કોઈ ગેરન્ટી નથી કે ટ્રમ્પ ચીન સામે ભારતનું સમર્થન કરશે. બોલ્ટને કહ્યું કે હા, આ સાચું છે તેમને નથી લાગતું કે ટ્રમ્પને ભારત અને ચીન વચ્ચે દાયકાઓ જુની થયેલી ઝડપો વિશે કોઈ જાણકારી છે.

બોલ્ટને કહ્યું કે બની શકે તે ટ્રમ્પને આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી હોય પણ તે ઇતિહાસને લઈને સહજ નથી, બોલ્ટન ટ્રમ્પ પ્રશાસનમાં એપ્રિલ 2018થી સપ્ટેમ્બર 2019 સુધી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા.
Published by: Ashish Goyal
First published: July 11, 2020, 7:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading