Home /News /national-international /શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરી, તળાવમાંથી મળી આવ્યા અંગો

શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરી, તળાવમાંથી મળી આવ્યા અંગો

દેશમાં શ્રદ્ધા હત્યાકાંડે ખળભળાટ મચાવ્યાં બાદ વધુ એક કરપીણ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

દેશમાં શ્રદ્ધા હત્યાકાંડે ખળભળાટ મચાવ્યાં બાદ વધુ એક કરપીણ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય નૌકાદળના નિવૃત્ત બિન-કમિશન્ડ અધિકારીની હત્યા કરાઈ છે. મૃતકની પત્ની અને પુત્રએ લાશને કાપીને તેને સગેવગે કરવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ ...
કોલકાતાઃ દેશમાં શ્રદ્ધા હત્યાકાંડે ખળભળાટ મચાવ્યાં બાદ વધુ એક કરપીણ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય નૌકાદળના નિવૃત્ત બિન-કમિશન્ડ અધિકારીની હત્યા કરાઈ છે. મૃતકની પત્ની અને પુત્રએ લાશને કાપીને તેને સગેવગે કરવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં હત્યા કર્યા બાદ પુત્રએ સાયકલ પર જઈ તેમના ઘરની નજીકના અલગ અલગ સ્થળોએ શરીરના ટુકડા ફેંકી દીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે 2000માં નૌકાદળમાંથી નિવૃત્ત થયેલા 55 વર્ષીય ઉજ્જવલ ચક્રવર્તીની તેના પુત્રએ કોલકાતા નજીક બરુઇપુરમાં હત્યા કરી હતી અને મૃતદેહના ઓછામાં ઓછા છ ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. આ ટુકડા અલગ અલગ સ્થળોએ ફેંકી દેવાયા હતા. આ કેસમાં માતા અને પુત્ર બંનેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, મૃતકે અને પરિવારના સભ્યો વચ્ચે પરીક્ષા માટેની ફીની ચુકવણી અંગે હિંસક ઝઘડો થયો હતો, જેના કારણે પુત્રએ તેના પિતાનું ગળું દબાવીને હત્યા કરી હતી.

સ્થાનિક વકીલે NDTVને જણાવ્યું હતું કે, આ શખ્સ દારૂડિયો છે અને પરિવારમાં વારંવાર થતાં ઝઘડાથી પડોશીઓ પણ વાકેફ છે, જોકે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે પરિસ્થિતિ આટલો હિંસક વળાંક લેશે.

પોલીસના જણાવ્યા મુજબ લાશ તળાવમાંથી મળી આવી હતી. તળાવ નજીક કચરાના ઢગલામાંથી શરીરના અન્ય કપાયેલા ભાગો મળી આવ્યા હતા.

પોલીસ અધિક્ષક પુષ્પાએ જણાવ્યું હતું કે, બરુઇપુરના તળાવમાં પ્લાસ્ટિકના પેકેટમાં લપેટાયેલી એક લાશ મળી આવી હતી. તેના પરિવારના સભ્યો દ્વારા 15 નવેમ્બરના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ વિસ્તારના રહેવાસી ટિયાશા મુખર્જીએ NDTVને જણાવ્યું હતું કે, બંગાળની મોનિટર લીઝર્ડ લાશને ખેંચી રહી હતી. અમે શરૂઆતમાં ખૂબ જ મૂંઝવણમાં હતા અને તે કોઈ માણસની લાશ હોવાની બાબત પર વિશ્વાસ કરી શક્યા નહીં. અમે નજીક ગયા પછી અમને ખ્યાલ આવ્યો કે એ લાલ ટી-શર્ટ પહેરેલા પુરુષનું અડધું સડી ગયેલું શરીર હતું.

નજીકના કચરાના ઢગલામાંથી શરીરના અંગો મળી આવવાના સાક્ષી રહેલા અન્ય રહેવાસી સૌરવ બર્ધને NDTVને જણાવ્યું હતું કે, એક મોનિટર લીઝર્ડ શરીરના અંગો ખાઈ રહી હતી. દુર્ગંધ આવતી હતી. આ કેસમાં પોલીસ હજી પણ શરીરના કેટલાક ગુમ થયેલા ભાગો તથા શરીરને કાપવા માટે ઉપયોગમાં લેવાનાર તીક્ષ્ણ હથિયારની શોધમાં છે.
First published:

Tags: Crime news, Girl Murder

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો