મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ગૃહમંત્રી પર લગાવેલા આરોપ મામલે CBI તપાસની કરી માંગ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ગૃહમંત્રી પર લગાવેલા આરોપ મામલે CBI તપાસની કરી માંગ
પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારમાં વિસ્ફોટક ભરેલી સામગ્રી મળવાના કેસમાં ટીકા બાદ મહારાષ્ટ્ર સરકારે (Maharashtra government) 17 માર્ચના રોજ સિંહની બદલી કરી નાખી હતી.

  • Share this:
    મુંબઈ: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Mumbai police commissioner Parambir Singh) સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હોમગાર્ડ વિભાગમાં કરવામાં આવેલી પોતાની બદલીને ગેરકાયદે ગણાવી છે. આ સાથે જ તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર લગાવવામાં આવેલા આરોપ અંગે પણ CBI તપાસ કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારમાં વિસ્ફોટક ભરેલી સામગ્રી મળવાના કેસમાં ટીકા બાદ મહારાષ્ટ્ર સરકારે (Maharashtra government) 17 માર્ચના રોજ સિંહની બદલી કરી નાખી હતી. તેમના સ્થાને વરિષ્ઠ પોલીસ આઈપીએસ અધિકારી હેમંત નગરાલે (Hemant Nagrale)ને મુંબઈના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. વિસ્ફોટક ભરેલા વાહનના કેસની તપાસ હાલ NIA કરી રહી છે.

    આના થોડા દિવસ પહેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ગત અઠવાડિયે એક પત્ર લખીને દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયાની માસિક વસૂલાત કરવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખવામાં આવેલા પત્રમાં સિંહે કહ્યુ કે, દેશમુખે પોલીસ અધિકારી સચિન વાઝેને કહ્યુ હતુ કે તેમણે બાર, રેસ્ટોરન્ટ અને અન્ય જગ્યાએથી દર મહિને 100 કરોડ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ સાથે જ અડધી રકમ શહેરમાં ચાલતા 1,750 બાર, રેસ્ટોરન્ટ અને બાકીની રકમ આવી જ જગ્યાએથી વસૂલવાની છે. આ પત્ર બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. જોકે, અનિલ દેશમુખે આવા આરોપોનું ખંડન કર્યું હતું.



    આ પણ વાંચો: સૃષ્ટિ રૈયાણીના હત્યારાને સમાજમાં દાખલો બેસે તે પ્રકારની સજા મળશે: પાટીલ

    બીજી તરફ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગત 20મી માર્ચના રોજ કહ્યુ હતુ કે, તેઓ ભ્રષ્ટાચારના આરોપ બદલ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સમક્ષ માનહાનિનો દાવો કરશે. દેશમુખે એક નિવેદવમાં કહ્યું કે, સિંહ અત્યારસુધી કેમ ચૂપ રહ્યા. તેમણે આરોપ લગાવ્યો કે સિંહ સચિન વાઝે કેસમાં પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: મોટો ખતરો ટળ્યો: ધરતીની બાજુમાંથી 34KM પ્રતિ સેકન્ડની ઝડપથી પસાર થયો એસ્ટ્રોઇડ

    આ પણ વાંચો: વલસાડ: ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત, બનાવનો વીડિયો વાયરલ

    દેશમુખે કહ્યુ કે, "સિંહ તરફથી મારા પર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. હું તેમની સામે માનહાનિની દાવો કરીશ. દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારમાં કાર મળવી અને મનસુખના મોત કેસમાં સચિન વાઝેની સંડોવણી અંગે માલુમ પડ્યું છે, હવે તપાસ પરમબીર સિંહ સુધી પહોંચવાની છે. આવી આશંકાને પગલે તેમણે આવા આરોપ લગાવ્યા છે."
    Published by:Vinod Zankhaliya
    First published:March 22, 2021, 15:22 pm