Home /News /national-international /પૂર્વ ધારાસભ્યની દીકરીએ કર્યા લવ મેરેજ, તો નારાજ પિતાએ શૂટરોને 20 લાખમાં આપી હત્યાની સોપારી

પૂર્વ ધારાસભ્યની દીકરીએ કર્યા લવ મેરેજ, તો નારાજ પિતાએ શૂટરોને 20 લાખમાં આપી હત્યાની સોપારી

પટના પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ અભિષેક શર્મા ઉર્ફે છોટે સરકાર પાંડવ ગેંગ માટે કામ કરે છે

Inter Cast Marriage - પૂર્વ ધારાસભ્યની દીકરી બીજી જાતિના યુવકના પ્રેમમાં હતી, તેણે ગયા વર્ષે પોતાના બોયફ્રેન્ડ સાથે લવ મેરેજ કર્યા હતા

    પટના : પટના પોલીસે છપરાના (Chhapra)મઢહૌરાથી ધારાસભ્ય રહેલા સુરેન્દ્ર શર્માની ધરપકડ (former MLA Surendra Sharma Arrested) કરી છે. પૂર્વ ધારાસભ્ય પર આરોપ છે કે તેમણે બે કુખ્યાત શૂટરોને તેમની પુત્રીની હત્યા કરવા માટે 20 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કિલિંગ (Contract Killing) આપ્યો હતો. વાસ્તવમાં ધારાસભ્યની દીકરીએ આંતરજ્ઞાતિય લગ્ન (MLA Daughter Inter Cast Marriage) કર્યા હતા. જે પૂર્વ ધારાસભ્યને ગમતું ન હતું. પટના પોલીસે રવિવારે સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે. પોલીસે કુખ્યાત શૂટર અભિષેક શર્મા ઉર્ફે છોટે સરકાર અને તેના એક સાગરિત ઉપરાંત પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર શર્મા (Surendra Sharma)અને તેના નજીકના સાથી જ્ઞાનેશ્વરની ધરપકડ કરી છે.

    પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) માનવજીત સિંહ ઢિલ્લોને જણાવ્યું કે, પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર શર્માની પુત્રી પટનામાં રહેતા બીજી જાતિના યુવકના પ્રેમમાં હતી. તેણે ગયા વર્ષે પોતાના બોયફ્રેન્ડ સાથે લવ મેરેજ કર્યા હતા જેના કારણે તેના પિતા ખૂબ જ ગુસ્સે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની બંને બોરિંગ રોડ વિસ્તારમાં રહે છે. 1 જુલાઈની રાત્રે ગુનેગારોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો પરંતુ તે બચી ગઈ હતી. બાદમાં મહિલાની ફરિયાદ પરથી શ્રીકૃષ્ણપુરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. પટના પોલીસને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે.

    આ પણ વાંચો - યુવકે ગોબર વેચીને કરી 4 લાખની કમાણી, યુવતીના પિતાએ પ્રભાવિત થઇ દીકરીના લગ્ન કરાવ્યા

    તેમણે કહ્યું કે શૂટર અભિષેક શર્મા ઉર્ફે છોટે સરકારની પટના પોલીસે ધરપકડ કરી છે. તેની ધરપકડથી રાજધાની પટના અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હત્યાઓની અનેક ઘટનાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે, આ ઘટના દરમિયાન અભિષેક શર્માની ઓળખ તેણે પહેરેલા કપડા દ્વારા થઈ છે. પોલીસને તેની ઓળખ કપડાં પરથી મળી આવી છે.

    પટના પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ અભિષેક શર્મા ઉર્ફે છોટે સરકાર પાંડવ ગેંગ માટે કામ કરે છે. તે તેના કિંગપીન સંજય સિંહનો ખાસ શિષ્ય છે. તે તાજેતરના મહિનાઓમાં એક પછી એક અનેક હત્યાઓ કરીને પટના પોલીસ માટે માથાના દુખાવા સમાન બન્યો હતો. જણાવી દઈએ કે આરોપી સુરેન્દ્ર શર્મા વર્ષ 1995માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સરન જિલ્લામાં તેમનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. હત્યા, ખંડણી, અપહરણ અને લૂંટ જેવા અનેક કેસોમાં તેનું નામ સામે આવ્યું છે.
    First published:

    Tags: Bihar News, ​​Crime news