નિર્ભયાની માતાના ફિઝીક પર પૂર્વ DGPએ કરી કોમેન્ટ, મળ્યો જવાબ

News18 Gujarati
Updated: March 17, 2018, 12:58 PM IST
નિર્ભયાની માતાના ફિઝીક પર પૂર્વ DGPએ કરી કોમેન્ટ, મળ્યો જવાબ
એવોર્ડ સેરેમની ખાતે નિર્ભયાની માતા

સંગલિયાનાના ભાષણના વિરોધમાં અનેક લોકો સેરેમની છોડીને ચાલ્યા ગયા હતા.

  • Share this:
નિર્ભયા એવોર્ડ સેરેમનીના પ્રસંગે પૂર્વ સાંસદ તેમજ કર્ણાટકના પૂર્વ ડીજીપીએ નિર્ભયાની માતા આશા દેવીના ફિઝીક(શરીર રચના) પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. પૂર્વ સાંસદ તેમજ કર્ણાટકના રિટાયર્ડ ડીજીપી એચટી સંગલિયાનાએ કહ્યું કે, 'હું નિર્ભયાની માતાના શરીરના સુંદર દેખાવને જોઈને અંદાજ લગાવી શકું છું કે નિર્ભયા કેટલી સુંદર હશે.'

આ પ્રસંગે નિર્ભયાની માતા આશા દેવી અને પિતા બદ્રીનાથ સિંહ પણ હાજર હતા. બેંગલોર મિરરના જણાવ્યા પ્રમાણે અનિતા છેરિયા કે જેમને સેરેમનીમાં એવોર્ડથી નવાજવામાં આવી હતી તેમણે પૂર્વ સાંસદના નિવેદન પર તાત્કાલિક વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ નિર્ભયાના માતાપિતાના સન્માનમાં તે સેરેમની છોડીને ગઈ ન હતી. અનિતાએ પોતાની સ્પીચમાં સંગલિયાનાની અસંવેદનશીલ ટિપ્પણીનો વિરોધ નોંધાવ્યો હતો.

પૂર્વ ડીજીપીની આવા પ્રકારની ટિપ્પણીનો જવાબ આપતા નિર્ભયાની માતાએ કહ્યું હતું કે તેમણે અંગત ટિપ્પણી કરવા કરતા અમારા સંઘર્ષની વાત કરી હોત તો વધારે સારું થતું. આનાથી માલુમ પડે છે કે આપણા સમાજની માનસિકતા આજે પણ બદલાઈ નથી.

અનિતાએ કહ્યું હતું કે, 'જો સરકારના એક વરિષ્ઠ અધિકારી મહિલાની શરીર રચના પર ટિપ્પણીને યોગ્ય સમજે છે તે મને લાગે છે કે હજી આપણા લોકોની મહિલાઓને લઈને વિચારધારા બદલવા માટે ઘણી લાંબી સફર ખેડવાની બાકી છે.'

સંગલિયાનાના ભાષણના વિરોધમાં અનેક લોકો સેરેમની છોડીને ચાલ્યા ગયા હતા.

નોંધનીય છે કે નિર્ભયાનો ચાલુ બસમાં 16મી ડિસેમ્બર 2012ના રોજ એક સગીર સહિત 6 લોકોએ ગેંગરેપ કર્યો હતો. નિર્ભયા સાથે કરવામાં આવેલી હેવાનિયતના 13 દિવસ બાદ સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિર્ભયાનું મોત થઈ ગયું હતું.
First published: March 17, 2018, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading