જયપુર : રાજસ્થાન (Rajasthan)માં ચાલી રહેલા રાજનીતિક બબાલ વચ્ચે હવે સચિન પાયલટે (Sachin Pilot)પોતાના ટ્વિટર પ્રોફાઇલમાં મોટો ફેરફાર કર્યો છે. કોંગ્રેસ (Congress) પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા પછી સચિન પાયલટે પોતાના ટ્વિટર એકાઉન્ટના બાયોથી કોંગ્રેસ હટાવી લીધું છે. પાયલટે પોતાના ટ્વિટર પ્રોફાઇલ પર હવે ફક્ત ટોંક ધારાસભ્ય મેંશન કર્યું છે. આ સાથે તેમણે આઈટી, દૂરસંચાર અને કોર્પોરેટ મામલાના પૂર્વ મંત્રી, ભારત સરકાર પણ લખ્યું છે. ટ્વિટર પર પહેલા સચિન પાયલટે ડિપ્ટી સીએમ રાજસ્થાન અને રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ લખેલું હતું. પાર્ટી હાઇકમાન્ડની કાર્યવાહી પછી હવે તેમણે પોતાની પ્રોફાઇલથી કોંગ્રેસથી સાથે આ પ્રોફાઇલને પણ કાઢી નાખી છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પછી સચિન પાયલટને મંત્રી પદથી હટાવી દીધા હતા. મંત્રી પદથી હટાવ્યા પછી સચિન પાયલટે પોતાના ટ્વિટમાં લખ્યું કે સત્ય ને પરેશાન કરવામાં આવી શકે છે, પરાજિત નહીં. બેઠક પહેલા સચિન પાયલટ અને તેમના સમર્થકોએ અશોક ગેહલોત (Ashok Gehlot)ને મુખ્યમંત્રી માનવાથી ઇન્કાર કરી દીધો હતો. સૂત્રોના મતે પાયલટે પાર્ટી નેતૃત્વ સામે પોતાને સીએમ બનાવવાની શરત રાખી હતી.
તમને જણાવી દઈએ કે સચિન પાયલટને મંત્રી પદથી સસ્પેન્ડ કર્યાની સાથે-સાથે પીસીએ ચીફના પદથી હટાવી દીધા છે. પાયલટ સાથે તેમના સમર્થક બે અન્ય મંત્રીઓને પણ તેમના પદથી હટાવી દીધા છે. સચિન પાયલટના સ્થાને હવે શિક્ષા રાજ્યમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC)ના નવા અધ્યક્ષ બનાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર