કોટા: પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનની ચાલુ કારનું ટાયર નીકળી ગયું, કાર બેકાબૂ બની ઢાબામાં ઘૂસી

કાર પલટી ગઈ હતી.

Mohammad Azharuddin car accident: ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીન (Mohammad Azharuddin)ની કાર પલટી, ચાલુ કારમાં ટાયર નીકળી ગયાના અહેવાલ.

 • Share this:
  કોટા: ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન (Mohammad Azharuddin)ની કાર પલટી મારી ગયાના સમાચાર મળ્યા છે. આ દુર્ઘટના કોટા મેગા હાઇવે પર બન્યો છે. આ ઘટનામાં અઝરુદ્દીન અને તેના પરિવારનો બચાવ થયો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભોર જઈ રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણ અઝરુદ્દીનની કારે ફૂલ મોહમ્મદ ચોક પર પલટી મારી હતી.

  હકીકતમાં પૂર્વ ક્રિકેટરની કારનું ટાયર નીકળી જવાને કારણે કાર બેકાબૂ થઈ હતી. જે બાદમાં કાર  રોડની બાજુમાં આવેલા એક ઢાબામાં ઘૂસી ગઈ હતી. જેનાથી ઢાબામાં કામ કરતો એક 40 વર્ષીય યુવક ઘાયલ થયો છે. યુવકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, મોહમ્મદ અઝરુદ્દીન કે તેના પરિવારને કોઈ ઈજા પહોંચી નથી. આ અકસ્માત બાદ DSP નારાયણ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

  અકસ્માત બાદ અઝરુદ્દીનનો પરિવાર રણથંભોર સ્થિત હૉટલમાં પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સપરિવાર નવા વર્ષની ઉજવણી માટે સવાઈ મધોપુરના રણથંભોર જઈ રહ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.  બીજી ગાડીમાં હોટલ પહોંચ્યા

  આ અકસ્માત બાદ અહીં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતમાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થતા અઝરુદ્દીન અને તેના પરિવારને બીજી ગાડીમાં હોટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસ આ કેસમાં તપાસમાં લાગી છે.

  પૂર્વ ક્રિકેટર જે કારમાં સવાર થઈને રણથંભોર આવી રહ્યા હતા તેનો નંબર દિલ્હીનો છે. આ બનાવની જાણ થતા જ સૂરવાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અઝરૂદ્દીન દિગ્ગજ ક્રિકેટરની સાથે સાથે રાજકારણી પણ છે. તેઓ કૉંગ્રેસ તરફથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: