તપાસ સમિતિએ છત્તીસગઢના પૂર્વ CM અજીત જોગીને આદિવાસી ન માન્યા, MLA પદ ગુમાવી શકે

અજીત જોગી

ડીડી સિંહના વડપણ વાળી સમિતિએ અજીત જોગીને આદિવાસી માનવાનો ઇન્કાર કરવાની સાથે સાથે જોગીના તમામ જાતિ પ્રમાણપત્રને પણ રદ કરી નાખ્યા છે.

 • Share this:
  છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની મુશ્કેલી વધી શકે છે. અજીત જોગીની જાતિ અંગે તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમિટિએ તૈયાર કરેલા રિપોર્ટમાં અજીત જોગીની આદિવાસી નથી માનવામાં આવ્યા. આ બીજી એવી સમિતિ છે જેણે અજીત જોગીને આદિવાસી માનવાનો ઇન્કાર કરી દીધો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આદિ જાતિ વિભાગના સચિવ ડીડી સિંહના વડપણ નીચે બનેલી હાઈ પાવર સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ પહેલા વર્ષ 2018માં IAS રીના બાબા કંગાલેની અધ્યક્ષતામાં એક સમિતિએ પણ અજીત જોગીને આદિવાસી માન્યા ન હતા.

  સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ડીડી સિંહના વડપણ વાળી સમિતિએ અજીત જોગીને આદિવાસી માનવાનો ઇન્કાર કરવાની સાથે સાથે જોગીના તમામ જાતિ પ્રમાણપત્રોને પણ રદ કરી નાખ્યા છે. સમિતિએ એવું પણ કહ્યુ છે કે જોગીને અનુસૂચિત જનજાતિના લાભ નહીં આપવામાં આવે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ માટે બિલાસપુર કલેક્ટરને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ડેપ્યુટી પોલીસ કમિશ્નરને પણ જોગીના પ્રમાણપત્રો જપ્ત કરવાની સૂચના આપવામાં આવી છે. કહેવામાં આવે છે કે આ રિપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવશે તો મારવાહી બેઠક પરથી અજીત જોગાનું ધારાસભ્ય પદ રદ ગણાશે. કારણ કે આ બેઠક આદિવાસી માટે અનામત છે.

  હાઇકોર્ટમાં અરજી રદ થઈ છે

  થોડા દિવસ પહેલા બિલાસપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પીઆર રામચંદ્ર મેનન અને જસ્ટિસ પીપી સાહૂની ખંડપીઠે અજીત જોગીની જાતિ સાથે જોડાયેલી એક અરજી રદ કરી નાખી હતી. આ અરજીમાં અજીત જોગીએ હાઇપાવર સમિતિ સામે હાજર થવાની નોટિસને રદ કરવાની માંગણી કરી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં જોગીને એક મહિનાની અંદર તપાસ સમિતિ સામે હાજર રહેવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ અજીત જોગીએ 21 ઓગસ્ટ, 2019ના સમિતિ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો હતો.

  સુપ્રીમ કોર્ટમાં પડકારશે

  હાઇપાવર કમિટિના રિપોર્ટમાં અજીત જોગી આદિવાસી ન હોવાનું સામે આવતા જ આ મામલે રાજકારણ ગરમાયું છે. ઈત્તીસગઢ જનતા કોંગ્રેસના અધ્યક્ષ તેમજ અજીત જોગીના પુત્ર અમિત જોગીએ કહ્યું કે તપાસ સમિતિએ કોરા કાગળોમાં પોતાની સહી કરીને મુખ્યમંત્રીને આપી દીધા હતા. સુનાવણી ફક્ત નાટક છે. આ નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
  Published by:Vinod Zankhaliya
  First published: