Home /News /national-international /સેનાના નામે મત માંગવાના લીધે પૂર્વ સૈનિકો નારાજ, રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

સેનાના નામે મત માંગવાના લીધે પૂર્વ સૈનિકો નારાજ, રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફાઇલ તસવીર

આ પત્ર 156 જેટલા પૂર્વ સૈનિકોએ લખ્યો છે, જેમાં આર્મી, નેવી અને એરફોર્સના 8 પૂર્વ વડાઓનો પણ સમાવેશ થાય છે.

ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણી દરમિયાન સેના અને અર્ધ સૈનિક દળોના ગણવેશનો ઉપયોગ કરવાના મુદ્દે અનેક પૂર્વ સૈનિકો નારાજ થયા છે. આ તમા અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ અંગે પત્ર લખ્યો છે. પત્ર લખનારાઓમાં એરફોર્સના પૂર્વ પ્રમુખ પણ છે. આ પત્ર રાષ્ટ્રપતિ સાથે સાથે ચૂંટણી પંચને પણ મોકલવામાં આવ્યો છે.

આ પત્ર 156 જેટલા પૂર્વ સૈનિકોએ લખ્યો છે, જેમાં આર્મી, નેવી અને એરફોર્સના 8 પૂર્વ વડાઓનો પણ સમાવેશ થાય છે. પત્રમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યાનાથે વાપરેલા શબ્દ ' મોદી જી કી સેના' વિશે વિશેષ આપત્તિ દર્શાવવામાં આવી છે. વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર અને સેનાના ગણવેશના ચૂંટણીમાં થયેલા ઉપયોગથી પણ તેઓ નારાજ છે.

તાજેતરમાંજ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ભારતીય સેનાને 'મોદી જી કી સેના' કહી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી પણ આવું નિવેદન આપી ચુક્યા છે.



પૂર્વ સૈનિકોના પત્રના મામલે કોંગ્રેસે પણ મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી ભલે સૈનિકોના નામે વોટ માંગે પરંતુ દેશની સેના દેશ સાથે છે ભાજપ સાથે નથી.

ચૂંટણીની સભાઓમાં અવારનવાર થોડા સમય પહેલાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ થઈ રહ્યો છે. પુલાવામાં અને બાલાકોટ એરસ્ટ્રાઇકનો મુદ્દો આ ચૂંટણીમાં પ્રમુખતાથી ઉછળી રહ્યો છે. ભાજપ લઈને કોંગ્રેસની રેલીઓ સુધીમાં વિંગ કમાન્ડર અભિનંદ અને સેનાના મુદ્દા છવાયેલા રહ્યાં છે. અગાઉ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે રાજકીય રેલીમાં કે પોસ્ટર્સ અને હોર્ડિંગ્સમાં સૈનિકોની તસવીરોનો કે સેનાના ગણવેશનો ઉપયોગ નહીં કરી શકાય.
First published:

Tags: Ex-Army man, Letter, આર્મી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો