લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા ચરણના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશના રામપુરમાં 300થી વધુ ઈવીએમમાં ગડબડની ફરિયાદ આવી છે. આ ફરિયાદ રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનના ધારાસભ્ય દીકરા અબ્દુલ્લા આઝમે કરી છે. ત્યારબાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. આ પહેલા પણ અખિલેશ યાદવે ઈવીએમ ખામીની ફરિયાદ કરી હતી. ઈવીએમ ખામીની ફરિયાદો પર અખિલેશ યાદવે કહ્યું હતું કે આ ચૂંટણી પંચની જવાબદારી છે કે જો ઈવીએમ ખરાબ હોવાની કોઈ સૂચના મળે છે તો તેઓ વધુમાં વધુ 15 મિનિટમાં મશીન બદલે જેથી સમયસર મતદાનની પ્રક્રિયા પૂરી થઈ શકે.
અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે, સમગ્ર ભારતમાં ઈવીએમમાં ખામી કે બીજેપી માટે મતદાન. ડીએમનું કહેવું છે કે મતદાન અધિકારીઓને ઈવીએમના ઓપરેશનની ટ્રેનિંગ નથી મળી. 350થી વધુ ઈવીએમને બદલવામાં આવી ચૂક્યા છે. આ અપરાધિક બેદરકારી છે. શું આપણે ડીએમ પર વિશ્વાસ રાખવો જોઈએ, કંઈક આનાથી વધુ ભયાનક છે?
EVMs across India malfunctioning or voting for the BJP. DMs say poll officials untrained to operate EVMs. 350+ being replaced. This is criminal negligence for a polling exercise that costs 50,000 crs.
ઉલ્લેખનીય છે કે, ઈવીએમ પર અખિલેશ યાદવ અનેક સવાલ ઉઠાવી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા અખિલેશે કહ્યું હતું કે લોકો ટેક્નોલોજી પર વિશ્વાસ નથી કરી શકતા. આ વિશે ચૂંટણી પંચે અને સરકારને ભરોસો દર્શાવવો જોઈએ. સપા, બસપા સહિત અનેક પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી પોતાનો પક્ષ રજૂ કરી ચૂકી છે. સાચી વાત એ છે કે દુનિયામાં પહેલા જ્યાં પણ ઈવીએમથી મતદાન થતું હતું, ત્યાં હવે મતપત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.