પટના : બિહારના મુઝફ્ફરપુર લોકસભા બેઠક પર સોમવારે મતદાન થયું હતું. આ દરમિયાન અહીંની એક હોટલમાંથી EVM મળી આવ્યા છે. આ સમાચાર સામે આવતા જ વિપક્ષે હંગામો કર્યો છે. ઘટનાસ્થળે પહોંચેલા SDO કુંદન કુમારે EVMને પોતાના કબજામાં લીધા હતા. તેમએ આને મોટી ભૂલ ગણાવતા સેક્ટર મેજિસ્ટ્રેટ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
આવી બેદરકારી માટે EVMના કસ્ટોડિયન સેક્ટર મેજિસ્ટ્રેટ અવધેશ કુમારને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ પાઠવીને તેમની પાસેથી ખુલાસો મંગાયો છે કે EVM હોટલ સુધી કેવી રીતે પહોંચ્યા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સેક્ટર મેજિસ્ટ્રેટ અવધેશને રિપ્લેસમેન્ટ માટે રિઝર્વમાં રાખવામાં આવેલા EVM અને VVPAT આપવામાં આવ્યા હતા, જેમને તેમણે હોટલમાં રાખ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બૂધ નંબર 108 નજીક આનંદ નામની હોટલમાં આ ઈવીએમ રાખવામાં આવ્યા હતા.
Bihar:EVMs&VVPAT were found from a hotel in Muzaffarpur yesterday. Alok Ranjan Ghosh, DM says,"Sector officer was given some reserved machines so that it could be replaced with faulty ones. After replacing EVMs he was left with 2 balloting unit,1 control unit&2 VVPAT in his car." pic.twitter.com/KjpoKbHpCa
હોટલમાં EVMને જોઈને સ્થાનિક લોકો ચૂંટણીમાં ગરબડ થયાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ આ વાતને લઈને હોટલ ખાતે હંગામો કર્યો હતો. વિવાદ વકરતા પોલીસ અને SDO ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને EVM તેમજ VVPATને પોતાના કબજામાં લીધા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર