જસ્ટિસ લોયાના મોત મુદ્દે બધાએ બધુ જ જાણવું જોઈએ: સુપ્રિમ કોર્ટ

News18 Gujarati
Updated: January 16, 2018, 2:17 PM IST
જસ્ટિસ લોયાના મોત મુદ્દે બધાએ બધુ જ જાણવું જોઈએ: સુપ્રિમ કોર્ટ
દિપક મિશ્રાએ ઉચ્ચ અદાલતમાં દેશની આઠ મહત્વપૂર્ણ સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરી છે...

દિપક મિશ્રાએ ઉચ્ચ અદાલતમાં દેશની આઠ મહત્વપૂર્ણ સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરી છે...

  • Share this:
સુપ્રિમકોર્ટમાં કેસની ફાળવણીને લઈ ચાલતો વિવાદ વધી રહ્યો છે. મંગળવારે સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટના જજ લોયાના મોત મુદ્દે સુનાવણી થવાની હતી, પરંતુ હવે તેની સુનાવણી આવતા અઠવાડીયા સુધી ટાળવામાં આવી છે. સુપ્રિમકોર્ટે કહ્યું કે, "2014માં સીબીઆઈ જજ બીએચ લોયાનું મોત કેવી પરિસ્થિતિમાં તયું, એ મુદ્દે તમામ લોકોએ બધી ખબર હોવી જોઈએ."

જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, આ એક એવો મામલો છે. જેમાં કઈ ગોપનીય ન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે, આ કેસમાં એવું શું છે કે ગોપનીય રાખવુપં પડે? સારૂ એજ રહેશે કે આ કેસની તમામ વસ્તુ જાહેર કરવી જોઈએ. બધાને બધુ જ કબર હોવું જોઈએ. જસ્ટિસ અરૂણ મિશ્રાએ આ વાત સિનિયર એડવોકેટ હરીશ સાલ્વે સાથે કરી. સાલ્વે મહારાષ્ટ્ર સરકાર તરફથી રજૂ તયા હતા.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટના જજ બીએચ લોયા શોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે સુનાવણી કરી રહ્યા હતા. તેમના મોતને તેમનો પરિવાર નેચરલ નથી માની રહ્યો.

જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ એમએમ શાંતનગૌડારની બેંચે સાલ્વેને જસ્ટિસ લોયાની મોત સાથે જોડાયેલ રિપોર્ટને ફરી સ્ટડી કરવાનો આદેશ આપ્યો છે. બેંચે કહ્યું કે, પુરા રિપોર્ટમાંથી જસ્ટિસ લોયાની પર્સનલ જાણકારી હટાવી રિપોર્ટી કોપી બંને અરજદારને સાત દિવસની અંદર સોંપી દેવામાં આવે.

શુક્રવારે ચાર જજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બાદ જસ્ટિસ લોયાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ જજોએ આટલો મહત્વનો કેસ જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચને આપવામાં આવતા પ્રશ્નો ઉભા કર્યા હતા. સુપ્રિમકોર્ટના કેસોના લીસ્ટમાં આ મામલો મંગળવારે લિસ્ટેડ છે.

જ્યારે સોમવારે સીજેઆઈ દિપક મિશ્રાએ ઉચ્ચ અદાલતમાં દેશની આઠ મહત્વપૂર્ણ સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરી છે. આધાર, સેક્શન 377 જેવા મહત્વના મામલાઓ પર સુનાવણી માટે પાંચ સભ્યોની બંધારણીય બેંચની રચના કરવામાં આવી છે. જોકે, ન્યાયપાલિકાની કાર્યપ્રણાલી પર નારાજગી દર્શાવનાર ચાર જજ જસ્ટિસ જે ચેલામેશ્વર, રંજન ગોગોઈ, એમબી લોકુર અને કુરિયન જોસેફને આ બંધારણીય બેંચમાં શામેલ નથી કરવામાં આવ્યા.
First published: January 16, 2018, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading