સિક્કિમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે એક પરિવાર એક નોકરીની યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ રાજ્યમાં દરેક પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે, આ નોકરી એવા પરિવારને મળશે જે પરિવારમાં એક પણ સભ્ય સરકારી નોકરીમાં ના હોય.
આટલું જ નહી સિક્કિમ સરકારે ખેતી અને કૃષિ ક્ષેત્રમાં કાર્યરત લોકોના દેવામાફીની પણ જાહેરાત કરી છે. ચામલિંગ આઝાદ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવારત મુખ્યમંત્રી છે. ચામલિંગે શનિવારે આયોજીત રોજગાર મેળા દરમ્યાન યોજનાની શરૂઆત કરી છે. તેમણે 32 વિધાનસભા વિસ્તારમાં ખુદ અસ્થાયી નિયુક્તિ પત્ર સોંપ્યા છે.
શનીવારે 11,772 લોકોના નિયુક્તિ પત્ર જાહેર કરવામાં આવ્યા. ચામલિંગે કહ્યું કે, અન્ય લોકોને પણ દસ્તાવેજ ટુંક સમયમાં મળી જશે. આ પહેલા ચામલિંગે 20 હજાર યુવાનોને તુરંત અસ્થાયી નોકરી આપવાની જાહેરાત કરી હતી.
સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારમાં મુખ્યમંત્રી ચામલિંગે કહ્યું કે, સિક્કિમ દેશ પહેલુ એવું રાજ્ય બની ગયું છે, જે એવા લોકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે. જે હવે સરકારી કર્મચારીઓની સુવિધા માટે હકદાર હશે.
અત્યાર સુધીમાં સરકારે માત્ર 6.4 લાખની આબાદીવાળા રાજ્યમાં પેરોલ પર 1 લાખથી વધારે નિયમિત કર્મચારીઓને રાખ્યા છે. ચામલિંગે કહ્યું કે, સિક્કિમ દેશ એકમાત્ર રાજ્ય છે જે રાજ્યના કર્મચારીઓને સૌથી વધારે પગાર આપે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર