ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું - ભગવાન મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી ના મળી શકે

News18 Gujarati
Updated: October 31, 2020, 7:22 PM IST
ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું - ભગવાન મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી ના મળી શકે
ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું - ભગવાન મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી ના મળી શકે

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું - બધાને સરકારી નોકરી આપવી સંભવ નથી

  • Share this:
નવી દિલ્હી : નોકરીના મુદ્દે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે (Goa CM Pramod Sawant)કહ્યું કે બધાને સરકારી નોકરી (Government Jobs)આપવી ભગવાનના હાથમાં પણ નથી. સ્વંયપૂર્ણ મિત્ર આઉટરીચ પહેલને લોન્ચ કર્યા પછી પ્રમોદ સાવંતે પંચાયત પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે બધાને સરકારી નોકરી આપવી સંભવ નથી. જો કાલે ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી આપવી સંભવ બનશે નહીં. સાવંતે રાજ્યના ગામના લોકોને રોજગાર આપવા માટે સ્વંયપૂર્ણ મિત્ર પહેલની શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે સરકારની પહેલ અંતર્ગત ગોવામાં સ્વંયપૂર્ણ મિત્ર ગેજેટેડ ઓફિસર પંચાયતોનો પ્રવાસ કરશે અને વિકાસ સંબંધી યોજનાને જમીની સ્તર પર લાગુ કરશે.

ગોવા સરકાર રાજ્યમાં 3.5 લાખ રેશનકાર્ડ ધારકોને એક વિશેષ અભિયાન અંતર્ગત 32 રૂપિયા પ્રતિ કિગ્રાના કિંમતથી ડુંગળી ઉપલબ્ધ કરાવશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ડુંગળીની કિંમતના ઘણો વધારો થતા બુધવારે ગોવા રાજ્ય મંત્રીમંડળે લોકોને રાહત આપતા ડુંગળી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ પણ વાંચો - સેકન્ડ હેન્ડ Hyundai i10 ખરીદો અલ્ટોની કિંમતમાં, અહીં જુઓ સસ્તી ઓફર

રાજ્યના નાગરિક આપૂર્તિ વિભાગના નિર્દેશક સિદ્ધિવિનાયક નાઇકે જણાવ્યું કે ગોવા સરકારે નાસિકના નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડેરેશન (નાફેડ) પાસેથી 1045 મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરવાનો આદેશ આપ્યો છે. આ ડુંગળી રેશકાર્ડ ધારકોને આપવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે કુલ 3.5 લાખ રેશનકાર્ડ ધારકોને 32 રૂપિયા પ્રતિ કિગ્રાની કિંમતે 3-3 કિગ્રા ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં એક વિશેષ અભિયાન અંતર્ગત ડુંગળીનું વેચાણ કરાશે.
Published by: Ashish Goyal
First published: October 31, 2020, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading