Home /News /national-international /વિમાનમાં જ પાયલટને આવ્યો હાર્ટએટેક, છતાં કરાવ્યું સુરક્ષિત લેન્ડિંગ

વિમાનમાં જ પાયલટને આવ્યો હાર્ટએટેક, છતાં કરાવ્યું સુરક્ષિત લેન્ડિંગ

ફાઇલ તસવીર

ઇમ્ફાલથી કોલકત્તા જઇ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના ચીફ પાયલટને હાર્ટ એટેક આવ્યો હતો.

ઇંફાલથી કોલકત્તા જઇ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના ચીફ પાયલટને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, હાર્ટએટેક આવ્યા છતાં પણ વિમાનને કોલકત્તાના નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું. આમ તેમણે પોતાની સાથે મુસાફરોને પણ બચાવ્યા હતા.

એરપોર્ટ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ક્યૂબાના 63 વર્ષીય કેપ્ટન સિલ્વિયો ડિયાઝ અકોસ્ટા કોલકત્તા એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરનારા જ હતા. ત્યારે જ તેમણે સાથી પાયલટને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ધીમે ધીમે કેપ્ટનની છાતીમાં દુઃખાવો વધી ગયો અને તેમના આખા શરીરથી પરસેવો આવવા લાગ્યો હતો.

જોકે, ચીફ પાયલટે આ દુઃખાવાને સહન કરીને પાયલટની મદદથી વિમાનને સુરક્ષિત ઉતાર્યું હતું. ત્યારબાદ તરત જ અકોસ્ટાને એરપોર્ટની મેડિકલ યુનિટ લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરોએ અકોસ્ટાનો ઇસીજી રિપોર્ટ કરાવ્યો જેમાં જાણવા મળ્યું કે તેમની સ્થિતિ ખુબ જ ગંભીર છે. ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

કાર્ડિયોલોજિસ્ટ ડો. સત્રજીત સમંતાએ ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમની હાલત ખુબ જ ગંભીર હતી.પરંતુ તેમને તરત જ ઇમરજેન્સી વોર્ડમાં લાવવાાં આવ્યા હતા. આ રિપોર્ટ પ્રમાણે તેમની છાતીમાં દુઃખાવાનું કારણ હાર્ટએટેક હતું. આવું ત્યારે થાય જ્યારે હૃદય તરફ જનારી નસોમાં લોહીનો પ્રવાહ એકદમ ઓછો થાય કે પછી બંધ થઇ જાય.

અકોસ્ટાની સારવાર કરીરહેલા ડોક્ટરે કહ્યું હતું કે, આ એક મુશ્કેલ કામ હતું. જેનું પરિણામ કોઇ ચમત્કારથી ઓછું નથી. ડોક્ટરે જણાવ્યું કે, અકોસ્ટાના કેસમાં કેટલાક પડકાર પણ હતા. જેના કારણે બે વખત ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હતો. ડોક્ટરે કહ્યું કે, હાર્ટએટેક આવ્યો હોવા છતાં બહાદુરી પુર્વક વિમાનને લેન્ડ કરાવ્યું એ ચમત્કાર જેવું છે. અત્યારે કેપ્ટન અકોસ્ટા સુરક્ષિત છે જોકે તેમને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
First published:

Tags: Indigo airlines