વૈજ્ઞાનિકનો દાવો : મનુષ્યનો મૃતદેહ એક વર્ષ સુધી Movement કરે છે

News18 Gujarati
Updated: September 17, 2019, 2:22 PM IST
વૈજ્ઞાનિકનો દાવો : મનુષ્યનો મૃતદેહ એક વર્ષ સુધી Movement કરે છે
પ્રતીકાત્મક તસવીર

વૈજ્ઞાનિકે મૃતદેહના દરેક મૂવમેન્ટને 17 મહિના સુધી પોતાના કેમેરામાં કેદ કર્યા

  • Share this:
સિડની : મૃત્યુ બાદ પણ માણસનો મૃતદેહ (Dead Body) એક વર્ષ સુધી હલતો રહે છે. આ દાવોદ ઓસ્ટ્રેલિયા (Australia)ની એક મહિલા વૈજ્ઞાનિક (Female Scientist)એ કર્યો છે. વૈજ્ઞાનિક એલિસન વિલ્સન (Scientist Allison Wilson)એ એક મૃતદેહ પર લગગભ 17 મહિના સુધી રિસર્ચ કર્યુ અને તેઓએ જાણ્યું કે મૃત્યુ બાદ પણ મૃતદેહ મૂવમેન્ટ કરે છે. વૈજ્ઞાનિકે મૃતદેહના દરેક મૂવમેન્ટને પોતાના કેમેરામાં પણ કેદ કર્યા.

Science Alert વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મુજબ, એલિસનનું કહેવું છે કે મૃત્યુ બાદ પણ મનુષ્યના શરીરમાં કંઈક અંશે ગતિ રહે છે. આ જ કારણ છે કે અનેકવાર મૃત વ્યક્તિ જીવતી હોવાની આશંકા પણ લોકોની અંદર ઊભી થાય છે. વૈજ્ઞાનિક વિલ્સન મુજબ, રિસર્ચ દરમિયાન મૃતદેહના હાથને શરીર સાથે લગોલગ રાખવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પસાર થયા બાદ હાથ ધીમે-ધીમે દૂર ખસતા ગયા. તેઓએ જણાવ્યું કે, કદાચ ડીકમ્પોજિશનના કારણે આવું થયું હોય. સમયની સાથે જેમ-જેમ શરીર સૂકાય છે, તેમ-તેમ તેમાં મૂવમેન્ટ વધે છે.

આ પણ વાંચો, હિંદ મહાસાગરમાં દેખાયા બે ચીની યુદ્ધજહાજ, India Navyના ટોહી વિમાને લીધી તસવીરો

ઓસ્ટ્રેલિયાની વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, આ રિસર્ચથી હત્યા અને મોતના મામલાઓની તપાસમાં મદદ મળી શકે છે. એલિસને તમામ તૈયારીઓ સાથે આ રિસર્ચને હાથ ધર્યુ. આ મૃતદેહ પર રિસર્ચ કરવા માટે દર મહિને 3 કલાક માટે ફ્લાઇટથી કેર્ન્સથી સિડની જતી હતી.

રિસર્ચ દરમિયાન Time Lapse કેમેરા લગાવવામાં આવ્યા

આ રિસર્ચ દરમિયાન મૃતદેહ પર નજર રાખવા ટાઇમ લેપ્સ કેમેરા (Time Lapse Camera)નો ઉપયોગ કરવામાં આવ્યો, જે દર 30 મિનિટમાં મૃતદેહની તસવીરો લઈ રહ્યો હતો. મનુષ્યના મોત બાદથી તેની પર નજર રાખવામાં આવી અને તપાસ કરવામાં આવી. એલિસન મુજબ, મૃત્યુ બાદ મનુષ્યના શરીરમાં એક વર્ષ સુધી મૂવમેન્ટ થાય છે.નાનપણથી જ મૃતદેહો પર રિસર્ચ કરવા માંગતી હતી

એલિસનનું કહેવું છે કે, તેમને નાનપણથી જ એ વાતની જિજ્ઞાસા હતી કે મૃત્યુ બાદ મનુષ્યના શરીરમાં શું થાય છે. તેમાં કેવા પ્રકારના ફેરફાર આવે છે. તેઓએ જણાવ્યું કે હજુ વધુ સારી રીતે સમજવા માટે રિસર્ચ ચાલુ છે. ફોરેન્સિક સાયન્સ ઇન્ટરનેશનલ સિનર્જી જર્નલ મુજબ, આ રિસર્ચથી મૃત્યુ બાદ મનુષ્યના શરીરમાં થનારા ફેરફારો વિશે સમજી શકાશે.

આ પણ વાંચો, હવે IIT Bombayની હૉસ્ટેલમાં ગાય ઘૂસી, પુસ્તકોના પાના ચાવી ખાધા!
First published: September 17, 2019, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading