Home /News /national-international /લગ્નેત્તર સંબંધ જેવી એકાદ ભૂલ થઇ જાય તો પણ પત્ની ભરણપોષણ માંગી શકે છે: હાઇકોર્ટ

લગ્નેત્તર સંબંધ જેવી એકાદ ભૂલ થઇ જાય તો પણ પત્ની ભરણપોષણ માંગી શકે છે: હાઇકોર્ટ

High Court Verdict

Punjab and Haryana HC: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના એક ચુકાદાએ ચર્ચા જગાડી છે જેમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે લગ્નેત્તર સંબંધ જેવી કોઈ એકાદ ભૂલ થઇ જાય તો પણ એવા કિસ્સામાં પત્નીને ભરણપોષણથી વંચિત રાખી શકાય નહીં.

  ચંદીગઢ: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે પત્ની દ્વારા લગ્નેત્તર સંબંધ બનાવવા જેવી કોઈ એકાદ ભૂલ થઇ જાય તો પણ તેણી ભરણપોષણનો દાવો કરી શકે છે. આ કોમેન્ટમાં હાઇકોર્ટે એક ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરવાની માંગ કરતી એક અરજીને ફગાવી દીધી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ઓક્ટોબર 2021માં રેવાડી ફેમિલી કોર્ટે વધારાનાં પુરાવા માટે એક હસ્તાક્ષર નિષ્ણાંતની મદદથી પોતાની પત્નીનું લખાણ સાબિત કરવા માટે કરેલી એક અરજકર્તાની અરજીનો અસ્વીકાર કર્યો હતો. અરજકર્તાએ જણાવ્યા અનુસાર તેની પત્નીએ 2005માં લેખિત સ્વરૂપમાં તેણીનાં લગ્નેત્તર સંબંધનો સ્વીકાર કર્યો હતો.

  લગ્નેત્તર સંબંધો સ્વીકારી ચુકી છે પત્ની

  પત્નીએ પોતાનાં અને પોતાનાં ત્રણ સગીર સંતાનો વતી સીઆરપીસીની કલમ 125 અનુસાર આ મામલો નોંધાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે એપ્રિલ 2004માં અરજકર્તા સાથે તેના લગ્ન થયા હતા. પરંતુ અરજકર્તાએ તેણીની ઉપેક્ષા કરી હતી. અને તેઓના ત્રણ સંતાનોનું પાલન કરવાની જવાબદારી નિભાવવાની ના પડી દીધી હતી. અરજકર્તાએ પત્નીનાં આ આરોપનો એવો વિરોધ કર્યો હતો કે તેણીનાં લગ્નેત્તર સંબંધો હતા જે 2005માં મે મહિનામાં તે લેખિતમાં સ્વીકારી ચુકી છે. તેણે બાળકોનાં જૈવિક પિતા હોવા બાબતે પણ શંકા દર્શાવી હતી. અરજકર્તા તરફથી આ મામલે હાજર કરવામાં આવેલ સાક્ષીઓની પુછપરછ બાદ તેમણે 2005માં પત્ની દ્વારા લખાયેલ આ લખાણની ખરાઈ કરવા માટે અરજી કરી હતી.

  પત્નીના પક્ષે કરી આવી દલીલ

  પત્નીનાં પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તેઓ આ લગ્નેત્તર સંબંધની કબૂલાત બાદ પણ પતિ સાથે જ રહેતા હતા. અને તેઓને 2003, 2006 અને 2017માં સંતાનો થયા હતા. લગ્નેત્તર સંબંધના ગંભીર આક્ષેપો પછી પણ તેઓ સાથે રહેતા હતા જે સૂચવે છે કે અરજકર્તાએ તેણીને માફ કરી દીધું હતું.

  પોતાના પિતૃત્વને લઈને પણ વિવાદ ઉભો કર્યો

  જસ્ટિસ વિવેક પુરીની ખંડપીઠ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કહેવામાં આવ્યું હતું કે અરજકર્તા આ તમામથી સારી રીતે વાકેફ હતો. ભરણપોષણના દાવાને સેટલ કરવા માટે આ તથ્યો સાબિત કરવા જરૂરી હતા. જજે કહ્યું હતું કે અહીં એવો ઉલ્લેખ કરવો અયોગ્ય નહીં કહેવાય કે પત્નીના ભરણપોષણના દાવાને ખોટો સાબિત કરવા માટે તે પોતાનાં સંતાનોના પિતા હોવા મુદ્દે શંકા કરવા સુધીની હદે પહોંચી ગયો હતો અને પોતાના પિતૃત્વને લઈને પણ વિવાદ ઉભો કર્યો હતો. આ સંતાનો તો અરજકર્તા અને પ્રતિવાદી સાથે રહેતા હતા ત્યારે જ થયા હતા. જસ્ટિસ પુરીએ કહ્યું હતું કે સીઆરપીસીની કલમ 125 એક સામાજિક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે છે. જેમાં એક સામાજિક કાયદો છે જે ભરણપોષણ માટે પત્નીને પોતાનું અને તેના સંતાનોનું ભરણપોષણ કરવા માટે રાહત આપે છે.

  આ પણ વાંચો: વ્યભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર: સુપ્રીમ કોર્ટ

  એકાદ ભૂલ માટે ભરણપોષણથી વંચિત રાખી શકાય નહીં

  કોર્ટે કહ્યું હતું કે જો તેણી લગ્નેત્તર સંબંધમાં જ રહી છે અને પોતાનાં પતિથી અલગ બીજા વ્યક્તિ સાથે સતત રહેતી હોત તો એવા સંજોગોમાં ભરણપોષણ આપવાનો નનૈયો ભણી શકાય. ક્યારેક ક્યારેક એકાદ ભૂલ માટે તેણીને ભરણપોષણ માંગવાથી વંચિત રાખી શકાય નહીં. લગ્નેત્તર સંબંધની વાત ભૂતકાળની નહીં અરજી કરતા સમયની હોવી જોઈએ. આ ઘટનામાં તો 2005માં બનેલી ઘટના બાદ પણ તેઓને 2006 અને 2017માં સંતાનો થયા હતા.તેઓ આ લગ્નેત્તર સંબંધની કબૂલાત બાદ પણ સાથે જ રહેતા હતા. જે સૂચવે છે કે અરજકર્તાએ તેણીને માફ કરી દીધું હતું. માટે આ કિસ્સામાં પત્નીને ભરણપોષણથી વંચિત રાખી શકાય નહીં.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Family court, Highcourt, Verdict

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन