નવી દિલ્હી. અફઘાનિસ્તાન (Afghanistan)થી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીયોની બીજી બેચ આજે દોહા (Doha)માં સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy in Doha)ની મદદથી ભારત પરત પહોંચી ગઈ છે. આ 146 ભારતીયોના સમૂહને રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Kabul)થી પ્લેનમાં બેસાડી દોહાના રસ્તે દિલ્હી (146 Indians reach Delhi) લાવવામાં આવ્યા છે.
આ પહેલા 135 ભારતીયોના પહેલા જથ્થો કતારના રસ્તે ભારત રવિવારે ભારત પહોંચ્યો હતો. તેમને શનિવારે અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા હતા. દૂતાવાસનું કહેવું છે કે અધિકારી આ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે જરૂરી કોન્સુલર અને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરી પાડી રહ્યા છે.
નોંધનીય છે કે, રવિવારે ત્રણ અલગ અલગ ફ્લાઇટથી 392 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. જેમાં બે અફઘાનિ નેતા પણ સામેલ છે. તેમને અફઘાનિસ્તાનના કાબુલથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ, 87 ભારતીયો અને બે નેપાળી લોકોને પણ એર ઈન્ડિયાની સ્પેશલ ફ્લાઇટથી દુશાંબેથી લાવવામાં આવ્યા છે. તેમાં અફઘાનિસ્તાનથી સુરક્ષિત તેમને તાજિકિસ્તાનની રાજધાની લઈ જવામાં આવ્યા હતા.
146 people evacuated from #Afghanistan arrive in Delhi on various flights
One of them Sunil says, "We left on Aug 14. A US Embassy's flight took us to Qatar where we stayed at Army base. US Embassy spoke with Indian Embassy after which people from Indian Embassy came to take us" pic.twitter.com/MMWNbvN5AN
તાલિબાનના ડરના કારણે મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનના લોકો પણ પોતાનો દેશ છોડવા મજબૂર થયા છે. તેના માટે તેઓ પોતાનો જીવની પણ ચિંતા કર્યા વગર તમામ પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય અધિકારીઓનું એક નાનું સમૂહ અફઘાનિસ્તાનના કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અવ્યવસ્થા અને પડકારની સ્થિતિ વચ્ચે લોકોને ભારત પહોંચાડવાના અભિયાનનું સમન્વય કરી રહ્યું છે. સૂત્રોએ રવિવારે આ વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અનેક એજન્સી સમૂહ એરપોર્ટ પર સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા અમેરિકાના અધિકારીઓની સાથોસાથ અન્ય સંબંધિત અધિકારીઓની સાથે સમન્વય કરી રહ્યા છે.
કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતનો આ છે માસ્ટર પ્લાન
ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan Crisis) કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતને આ સંગઠન તરફથી કાબુલથી દરરોજ બે ઉડાનો સંચાલિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમયે કાબુલ એરપોર્ટ સંપૂર્ણ પણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ છે. નાટો દળો દ્વારા આ સમયે કાબુલથી 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર