Afghan Crisis: કંધારમાં તાલિબાનની પકડ વધી, ભારતે તમામ ડિપ્લોમેટ અને સ્ટાફને બહાર કાઢ્યા

(Photo by JAVED TANVEER / AP)

ભારતે કંધારથી લગભગ 50 ડિપ્લોમેટ્સ અને સુરક્ષાકર્મીઓને ભારતીય વાયુસેનાના પ્લેનથી પરત બોલાવી દીધા છે

  • Share this:
    કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)ના મુખ્ય વિસ્તારો પર કબજો કર્યા બાદ તાલિબાન (Taliban) હવે કંધાર (Kandhar)માં પણ ઘૂસી ગયું છે. સૂત્રો મુજબ, તેને ધ્યાને લઈ ભારતે કંધારથી લગભગ 50 ડિપ્લોમેટ અને સુરક્ષાકર્મીઓને ભારતીય વાયુસેના (Indian Air Force)ના પ્લેનથી પરત બોલાવી દીધા છે. ભારતે કહ્યું કે, કાબુલ, કંધાર અને મજાર-એ-શરીફમાં એમ્બેસીમાં પોતાના મિશનને બંધ કરવાની કોઈ યોજના નથી. અધિકારીઓએ કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનમાં બગડતી સુરક્ષા સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું હતું કે એ સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં ભરવામાં આવશે કે ભારતીય અધિકારીઓ અને નાગરિકોને નુકસાન ન પહોંચે.

    એક અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું કે, કંધાર કોન્સુલેટના ડિપ્લોમેટ્સ, સહાયક કર્મચારીઓ અને ગાર્ડોને નવી દિલ્હી લાવ્યા બાદ ત્યાં ભારતીય એમ્બસીને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવશે. કંધાર અને હેલમંદના દક્ષિણ પ્રાંતોમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, જેને કારણે ડિપ્લોમેટ્સ અને સુરક્ષાકર્મીઓને બહાર કાઢવામાં આવ્યા છે. અફઘાન સુરક્ષા એજન્સીઓના હાલના અનુમાન મુજબ દક્ષિણ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સાથે મળી 7,000થી વધુ લશ્કર-એ-તૈયબાના ફાઇટર લડી રહ્યા છે.

    આ પણ વાંચો, J&K: ISIS મોડ્યૂલ અને ટેરર ફંડિંગ પર NIAનો સકંજો, ચાર સ્થળે દરોડા, પાંચની ધરપકડ

    70 તાલિબાન ફાઇટર્સ માર્યા ગયા

    તાલિબાન ફાઇટરોએ શુક્રવારે કંધારના સાતમા પોલીસ જિલ્લામાં મુખ્ય વિસ્તારોમાં કબજો કરી લીધી. ત્યારબાદ શનિવાર સુધી ભીષણ સંઘર્ષ ચાલુ રહ્યો. અફઘાન સેનાએ કહ્યું કે, સાતમા પોલીસ જિલ્લા અને આસપાસના ડાંડ જિલ્લામાં થયેલી લડાઈમાં લગભગ 70 તાલિબાન ફાઇટર માર્યા ગયા. સાતમા પોલીસ જિલ્લાના લગભગ 2000 પરિવાર વિસ્થાપિત થઈ ગયા અને કંધારના અન્ય હિસ્સામાં શરણ લેવા માટે મજબૂર થયા. કંધાર, અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે. અહીં લાંબા સમયથી વ્યૂહાત્મક અને વ્યવસાયિક દૃષ્ટિથી અગત્યનું રહ્યું છે. વર્ષ 1990ના દશકના મધ્યથી વર્ષ 2001 સુધી કંધાર, તાલિબાનનું હેડક્વાર્ટર હતું.

    આ પણ જુઓ, પીળી સાડી પહેરી યુવતીઓએ કર્યો O Saki Saki પર ધમાકેદાર ડાન્સ, વીડીયો જોઈને તમે પણ કહેશો- WOW!


    ભારત, અફઘાનિસ્તાનમાં ડિપ્લોમેટ્સ અને લગભગ 3000 ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત અમેરિકા જેવા પ્રમુખ દેશો દ્વારા ડિપ્લોમેટ્સની સુરક્ષા માટે ભરવામાં આવી રહેલા પગલાં પર નજર રાખવાની સાથોસાથ પોતાના વિકલ્પો પણ વિચારી રહ્યું છે. ગયા વર્ષે એપ્રિલમાં ભારતે કોવિડ-19ના કારણે હેરાત અને જલાલાબાદમાં પોતાની એમ્બસીઓને બંધ કરી દીધી હતી. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુરક્ષા કારણોથી ભારતે આ પગલાં ભર્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: