લંડન : ડેલ્ટાથી 70 ગણો વધારે સંક્રામક ગણાતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટનો(Covid-19 New Omicron Variant) યૂનાઇટેડ કિંગડમમાં કહેર (United Kingdom Omicron) )જોવા મળી રહ્યો છે. યૂકેમાં શુક્રવારે 93 હજારથી વધારે નવા કોરોનાના કેસ (Omicron News) સામે આવ્યા છે. એક દિવસ પહેલા યૂકેમાં 88 હજાર કેસ સામે આવ્યા હતા. તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત (Covid-19 Pandemic)થઇ ચૂકેલા લોકોની કુલ સંખ્યા 1.1 કરોડથી વધારે થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 1,47,000 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટૂરજિયોને કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ હવે દેશમાં પ્રભાવી વેરિએન્ટ બની ગયો છે. એક સપ્તાહ પહેલા જે સુનામીને લઇને ચેતાવણી જાહેર કરી હતી તે હવે આવી ગઈ છે. જ્યારે વેલ્સના નેતા માર્ક ડ્રેકફોર્ટે લોકોને ઓમિક્રોનના તોફાન સામે તૈયાર રહેવા કહ્યું છે. આ સાથે દેશમાં 26 ડિસેમ્બર પછી નાઇટ ક્લબોને બંધ કરવાનો આદેશ જાહેર કરી દીધો છે.
કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા અને કોવિડ-19ના મૂળ સ્વરૂપની સરખામણીમાં 70 ગણો વધારે ઝડપથી સંક્રમિત કરે છે જોકે તેનાથી રોગની ગંભીરતા ઘણી ઓછી છે. એક અધ્યયનમાં આ વાત કહેવામાં આવી છે.
યૂકેમાં બૂસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી ચૂકી છે
આ દરમિયાન યૂકેમાં બૂસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. લોકોની લાંબી લાઇનો હોસ્પિટલો બહાર જોવા મળી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન સામે વેક્સીનના બે ડોઝ પર્યાપ્ત નથી. ઓમિક્રોનના મુકાબલા માટે લોકોને ત્રીજા કે બૂસ્ટર ડોઝની જરૂર છે.
જર્મની - સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- હાલત કાબૂથી બહાર થઈ રહ્યા છે
જર્મનીમાં પણ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રી કાર્લ લોટરબેકે કહ્યું કે દેશ ઓમિક્રોન વેરિએન્ટના કારણે મોટા પ્રમાણમાં કોવિડની પાંચમી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશ એવા પડકારોનો સામનો કરી રહ્યો છે જે ક્યારેય જોઈ નથી. હાલત કાબૂથી બહાર થઈ રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર