ભારત માટે મોટી સફળતા, દાઉદનો ખાસ જબીર મોતી લંડનથી ઝડપાયો

જબીર મોતી (Photo - News18)

જબીર સિદ્દિક ઉર્ફે જબીર મોતી અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે.

 • Share this:
  દાઉદ ઈબ્રાહિમનો ડાભો હાથ માનવામાં આવતા જબીર મોતીની ધરપકડ કરવામાં આવી છે. લંડનની ચારિંગ ક્રોસ પોલીસે તેની શુક્રવારે હિલ્ટન હોટલથી ધરપકડ કરી છે, અને બાદમાં કોર્ટમાં રજૂ કર્યો છે. મોતી બ્રિટન, યૂએઈ અને બાકીના દેશોમાં દાઉદનું કામકાજ સંભાળતો હતો. ભારતે મોતીની ધરપકડ કરવાની અપીલ કરી હતી. તેના પર ડ્રગ્સ તસ્કરી, ખંડણી અને અન્ય અપરાધમાં સામેલ હોવાનો આરોપ છે.

  જબીર સિદ્દિક ઉર્ફે જબીર મોતી અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે, અને તે ડી કંપની સાથે જોડાયેલા પૈસાનો મામલો સંભાળતો હતો. તેની પાસે પાકિસ્તાનની નાગરીકતા છે. દાઉદની પત્ની મહઝબી પણ તેના પર ખુબ વિશ્વાસ કરે છે. દાઉદ હાલમાં પાકિસ્તાનના કરાચીમાં ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે. મોતી મિડલ ઈસ્ટ , બ્રિટન, યુરોપ, આફ્રિકામાં પણ દાઉદનું કામ સંભાળતો હતો.

  સૂત્રોએ જણાવ્યું કે, દાઉદના રોકાણથી જે પણ કમાણી થાય છે તેને આતંકી સંગઠનો માટે આપવામાં આવે છે. દાઉદ માટે મોતી નકલી ભારતીય કરન્સી, ગેરકાયદેસર હથિયાર સપ્લાય અને પ્રોપર્ટીના ધંધા સંભાળતો હતો. દાઉદના પરિવારને બ્રિટન લઈ જવા માટે તેણે કામ કર્યું હતું. તેના નામે કરાચીમાં આવાસીય કંપાઉન્ડ પણ છે. તે એંટીગુઆ અને ડોમિનિક રિપબ્લિકનની નાગરિકતા લેવા અને હંગરીમાં સ્થાયી રૂપથી રહેવાના ફિરાકમાં હતો. ઝબીર પાસે બ્રિટનનો 10 વર્ષનો વીઝા હતો.
  Published by:kiran mehta
  First published: