કુલભૂષણ કેસ: જબરદસ્તી કબુલનામા પર જાધવને મળેલી સજા રદ્દ કરો, ICJમાં ભારત

ભારતનો પક્ષ રાખી રહેલા પૂર્વ સિલિસિટર જનરલ સાલ્વેએ કોર્ટનું ધ્યાન પાકિસ્તાનના વકીલ કુરેશીની અભદ્ર ભાષા તરફ પણ ખેંચ્યું

ભારતનો પક્ષ રાખી રહેલા પૂર્વ સિલિસિટર જનરલ સાલ્વેએ કોર્ટનું ધ્યાન પાકિસ્તાનના વકીલ કુરેશીની અભદ્ર ભાષા તરફ પણ ખેંચ્યું

  • Share this:
    કુલભૂષણ જાધવ મામલાની સુનાવણી દરમ્યાન બુધવારે ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પૂરી મજબૂતી સાથે પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો પક્ષ રાખ્યો. પોતાની દલીલોના આધારે ભારતના વકિલ હરીશ સાલ્વેએ આઈસીજેના જજોને જણાવ્યું કે, જબરદસ્તી કરાવેલા કબુલનામાના આધારે જાધવને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. એવામાં પાકિસ્તાન સૈન્ય કોર્ટનો નિર્ણય રદ જાહેર કરવામાં આવે.

    આ પહેલા ભારતે પાકિસ્તાની વકિલની અભદ્ર ભાષા પર સખત આપત્તિ દર્શાવી હતી. બીજા દિવસ ભારતના પક્ષની સુનાવણી શરૂ થયા બાદ જ ભારતના વકીલ સાલ્વેએ ICJમાં પાકિસ્તાનના વકીલ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાનો સખત વિરોધ કર્યો અને સંયુક્ત રાષ્ટ્ર કોર્ટમાંથી એક લક્ષ્મણ રેખા ખીંચવાનું કહ્યું. સુનાવણી દરમ્યાન ભારતીય વકીલે આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું.

    ભારતે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષમ જાધવ મામલામાં પાકિસ્તાન સૈન્ય કોર્ટના નિર્ણયને રદ કરવા, સિવિલ કોર્ટમાં નિષ્પક્ષ સુનાવણીનો નિર્દેશ આપવા અને પૂર્ણ કાઉન્સિલર પહોંચ મંજૂર કરવાની અપીલ કરી. સાલ્વેએ ICJમાં કહ્યું કે, જાધવ પાકિસ્તાન માટે પોતાની તરફ આંતરરાષ્ટ્રીય તપાસમાં ધ્યાન ભટકાવવા માટે એક મોહરો બની ગયો છે.

    જાધવ કેસમાં ભારતનો પક્ષ રાખી રહેલા પૂર્વ સિલિસિટર જનરલ સાલ્વેએ કોર્ટનું ધ્યાન પાકિસ્તાનના વકીલ કુરેશીની અભદ્ર ભાષા તરફ પણ ખેંચ્યું. જેવું જાધવ કેસમાં ICJમાં સુનાવણી શરૂ થઈ, સાલ્વેએ કહ્યું કે, આ કોર્ટમાં જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો, એવામાં કોર્ટે એક લક્ષ્મણ રેખા ખેંચી લેવી જોઈએ. ટ્રાંસક્રિપ્ટમાં શરમજનક, નિરર્થક અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. જોકે, ભારતીય સંસ્કૃતિ ઈન્ટરનેશનલ કોર્ટમાં મને અપમાનની ભાષા પ્રયોગ કરવા માટે રોકે છે.

    સુનાવણી દરમ્યાન સાલ્વેએ કહ્યું કે, ICJની સુનાવણીને બેપાટા પર કરવાના પાકિસ્તાનના ત્રણ પ્રત્ન નિષ્ફળ રહ્યા છે. ન્યાયિક સમીક્ષાની વાત કરતા સાલ્વેએ કસાબ કેસમાં ભારતના સુપ્રિમ કોર્ટના નિર્ણયની પણ વાત કરી.
    Published by:kiran mehta
    First published: