EU સંસદમાં લાવવામાં આવ્યો CAA સામે પ્રસ્તાવ, ભારતે કહ્યું - આ અમારો આંતરિક મામલો

News18 Gujarati
Updated: January 26, 2020, 11:01 PM IST
EU સંસદમાં લાવવામાં આવ્યો CAA સામે પ્રસ્તાવ, ભારતે કહ્યું - આ અમારો આંતરિક મામલો
EU સંસદમાં લાવવામાં આવ્યો CAA સામે પ્રસ્તાવ

બુધવારે ચર્ચા થશે અને તેના એક દિવસ પછી મતદાન થશે

  • Share this:
લંડન : યૂરોપીયન સંસદ(European Parliament) ભારતના સંશોધિત નાગરિકતા કાનૂન (Citizenship Act)સામે કેટલાક સદસ્યો દ્વારા રજુ કરેલા પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન કરશે. સંસદમાં આ સપ્તાહની શરુઆતમાં યૂરોપિયન યૂનાઇટેડ લેફ્ટ(European United Left)નોર્ડિક ગ્રીન લેફ્ટ (Nordic Green Left) જીયૂઈ-એનજીએલ સમૂહે પ્રસ્તાવ રજુ કર્યો છે. જેના પર બુધવારે ચર્ચા થશે અને તેના એક દિવસ પછી મતદાન થશે.

ભારત તરફથી આ વિશે કહેવામાં આવ્યું છે કે નવો નાગરિકતા કાનૂન પૂરી રીતે ભારતનો આતંરિક મામલો છે. સૂત્રોએ કહ્યું છે કે ભારતને આશા છે કે સીએએ પર યૂરોપિય સંઘના વર્તમાન પ્રસ્તાવના સમર્થક અને પ્રાયોજક તથ્યોના પૂર્ણ આકલન માટે ભારત સાથે વાર્તા કરશે.

આ પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્રના (United Nations)ઘોષણાપત્ર, માનવ અધિકારની સાર્વભૌમિક ઘોષણાના આર્ટિકલ 15 સિવાય 2015માં હસ્તાક્ષરિત કરેલ ભારત-યૂરોપિય સંઘ સામરિક ભાગીદારી સંયુક્ત કાર્ય યોજના અને માનવ અધિકારો પર યૂરોપિય સંઘ-ભારત વિષયક સંવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - હિંસાથી સમાધાન શોધી રહેલા લોકોને અપીલ છે કે તે પાછા ફરે : PM મોદી

આમાં ભારતીય પ્રાધિકારીઓને અપીલ કરવામાં આવી છે કે તે CAA સામે પ્રદર્શન કરી રહેલા લોકો સાથે રચનાત્મક વાર્તા કરે અને ભેદભાવપૂર્ણ સીએએેને નિરસ્ત કરવાની માંગણી પર વિચાર કરે.

પ્રસ્તાવમાં કહી છે આ વાતપ્રસ્તાવમાં કહેવાયું છે કે સીએઅ ભારતમાં નાગરિકતા નક્કી કરવાની રીતમાં ખતરનાક ફેરફાર કરશે. જેમાં નાગરિકતા વગરના લોકોના સંબંધમાં મોટું સંકટ વિશ્વમાં ઉભું થઈ શકે છે અને મોટી માનવ પીડાનું કારણ બની શકે છે. સીએએ ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો. જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

ભારત સરકારનું કહેવું છે કે આ નવો કાનૂન કોઈની પણ નાગરિકતા લેતો નથી પણ પાડોશી દેશોમાં ઉત્પીડનનો શિકાર થયેલ અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને તેને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर