ન્યૂઝ 18 ગુજરાતી: ઇથોપિયામાં થયેલા પ્લેન ક્રેશમાં ભારતીય વિમાન પ્રાધિકરણ ડજીસીએ દ્વારા ભારતમાં કઈ એરલાઇન્સ દ્વારા બોઇંગ 737 મેક્સ 8 વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેની માહિતી માંગી છે. ગઈકાલે આ દુર્ઘટનામાં દેશના ચાર નાગરિકોના મોત થયા હતા.
મૃતકોમાં ભારતના પર્યાવરણ મંત્રાલયના સલાહકાર શીખા ગર્ગનો સમાવેશ પણ થાય છે. શીખા ગર્ગના મૃત્યુ અંગે દેશના પર્યાવરણ મંત્રી ડૉ. હર્ષવર્ધન અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને માહિતી આપી હતી. સુષ્મા સ્વરાજે ટ્વીટર પર અપીલ કરી છે કે શીખા ગર્ગના પરિવાર સાથે સંપર્ક કરાવવામાં આવે. તેઓ મૃતક શીખાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
I am trying to reach the family of Shikha Garg who has unfortunately died in the air crash. I have tried her husband's number many times. Please help me reach her family.
બીજી બાજુ ચીન દ્વારા સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવાયું છે કે વિમાન સાથે જોડાયેલા તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ બોઇંગ 737 મેક્સ-8ને વ્યાવસાયિક ઉપયોગ માટે વપરાશે. ચીને જણાવ્યું હતું કે તે સાંજે 6 વાગ્યા સુધી આ પ્લેનને બંધ રાખશે.
બોઇંગનું વિમાન 737 મેક્સ ક્રેશ થયું હોય તેવી આ બીજી ઘટના હતી. અગાઉ ઑકટોબર મહિનામાં લાયન એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ 8 જાવા સમુદ્રમાં ક્રેશ થયું હતું જેમાં સવાર તમામ 189 મુસાફરોની મોત થઈ હતી.
ચીન વિમાનન પ્રાધિકરણના નિવેદનમાં જણાવાયું છે કે બંને વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા ચીન દ્વારા નવ નિર્મિત 737 મેક્સ 8 જ્યાં સુધી ચકાસણીમાં ખરૂ ન ઉતરે ત્યાં સુધી તેમને ચીનમાં ટેક ઑફ કરવાની પરવાનગી નહીં મળે. ચીન બોઇંગ સાથે સંપર્ક કરશે અને અમેરિકાના વિમાન પ્રસાશન સાથે પણ સંપર્ક કરશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર