ઇટાવા : બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ભાજપા સમર્થકોની બબાલ, SP સિટીને મારી થપ્પડ

ઇટાવા : બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ભાજપા સમર્થકોની બબાલ, SP સિટીને મારી થપ્પડ

એસપી સિટીએ હાથ જોડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો

  • Share this:
    ઇટાવા : ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના બઢપુરા બ્લોક પ્રમુખની ચૂંટણીમાં મતદાનમાં ઉપદ્રવી ભાજપાના સમર્થકોએ જબરજસ્ત ફાયરિંગ કરી હતી. જેમને રોકવા પહોંચેલા એસપી સિટી પ્રશાંત કુમારને એક ભાજપા નેતાએ થપ્પડ મારી દીધી હતી. જેથી ગુસ્સે ભરાયેલી પોલીસે આંસુ ગેસના સેલ છોડ્યા હતા. બબાલના કારણે એક કલાક સુધી મતદાન પ્રભાવિત રહ્યું હતું. ઇટાવામાં બઢપુરા બ્લોકમાં પ્રમુખની ચૂંટણી ભાજપા અને સમાજવાદી પાર્ટી બંને માટે પ્રતિષ્ઠાનો વિષય છે. સપા તરફથી સપા એમએલસી રાકેશ યાદવના ભત્રીજો આનંદ યાદવ ઉમેદવાર છે. જ્યારે ભાજપા તરફથી ગનેશ રાજપૂત છે. ભાજપા ધારાસભ્ય સરિતા ભદોરિયા, જિલ્લાધ્યક્ષ અજય ધાકરેનો ગૃહ બ્લોક હોવાથી આ સીટ પર ભાજપાની પણ પ્રતિષ્ઠા દાવ પર છે.

    જાણકારી પ્રમાણે શનિવારે બપોરે એક વાગે બ્લોક પરિસરમાં મતદાન થઇ રહ્યું હતું. તે સમયે કેટલાક લોકો ઉપદ્વવ કરવા લાગ્યા હતા. ઉપદ્વવ રોકવા પહોંચેલા એસપી સિટી પ્રશાંત કુમારને કોઇ ભાજપા નેતાએ થપ્પડ મારી દીધી હતી. જેનાથી પોલીસના જવાનો ક્રોધિત થયા હતા અને આંસુ ગેસના સેલ છોડીને ઉપદ્વવીઓને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ભીડ શાંત થઇ હતી. આ દરમિયાન વર્તમાન જિલ્લાધ્યક્ષ અજય ધાકર, ધારાસભ્ય સરિતા ભદોરિયાએ એસપી સિટી પર તેમના કાર્યકર્તાઓ પર ડંડા ફટકારવાનો આરોપ લગાવ્યો હતો. એસપી સિટી પ્રશાંતે કહ્યું કે તમારા લોકોએ થપ્પડ મારી છે. જોકે ભાજપા નેતાઓએ કોઇને થપ્પડ મારવાનો ઇન્કાર કર્યો હતો.

    આ પણ વાંચો - UP Block Pramukh Chunav: મુજફ્ફરનગર, અમરોહા સહિત ઘણા જિલ્લામાં BJP-SP કાર્યકર્તાઓમાં ઝડપ, પ્રતાપગઢમાં ફાયરિંગ

    એસપી સિટીએ હાથ જોડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો

    ભાજપા સમર્થકો અને સપા સમર્થકો વચ્ચે વિવાદ પર એએસપી સિટી પ્રશાંતે કુમાર સમજાવવાનો પ્રયત્ન કર્યો તો ધક્કા મુક્કી કરતા થપ્પડ મારી દીધી હતી. ધક્કા મુક્કીથી તે જમીન પર પડી ગયા હતા. આ પછી અતિરિક્ત પોલીસ બળે ઉપદ્રવીઓને ખદેડ્યા હતા અને ભીડને નિયંત્રિત કરવા માટે આંસુ ગેસના સેલ છોડ્યા હતા. સપા અને ભાજપા સમર્થકોએ હવાઇ ફાયરિંગ પણ કર્યા હતા.

    જિલ્લાધિકારી શ્રુતિ સિંહ અને એસએસપી ડો. બ્રુજેશ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યો તો તેમની સામે પણ હવાઇ ફાયરિંગ થયું હતું. પોલીસ અધિકારીઓની ધારાસભ્ય સરિતા ભદોરિયા અને ભાજપા જિલ્લાધ્યક્ષ અજય પ્રતાપ સાથે રકઝક થઇ હતી.
    Published by:Ashish Goyal
    First published: