Home /News /national-international /

Retire officer: ઓટામાં એક ભીખારીની ઓળખ થઈ, નીકળ્યો ગુજરાતનો ઓફિસર, કેમ થઇ આવી દયનીય હાલત?

Retire officer: ઓટામાં એક ભીખારીની ઓળખ થઈ, નીકળ્યો ગુજરાતનો ઓફિસર, કેમ થઇ આવી દયનીય હાલત?

એટામાં એક ભિખારીની ઓળખ ગુજરાતના નિવૃત બેન્ક મેનેજર તરીકે થઈ

etah Beggar : નિવૃત બેન્ક મેનેજર (retire bank manager) દ્વારા બતાવેલ નવસારીના ચીખલી ગામમાં સંપર્ક કરવામાં આવ્યો. તો ખબર પડી કે ત્યાંથી 2 એપ્રિલના રોજ ચાલ્યા ગયા છે. પોલીસ સ્ટેશનમાં પણ 2 એપ્રિલના રોજ ગુમ થયેલની અરજી કરેલી હતી

    Mentally challenged : એટા (etah) માં એક ભિખારી (Beggar) ની ઓળખ થઇ ગઈ છે. વૃદ્ધ લગતા આ વ્યક્તિ ખરેખરતો ગુજરાતના સેવા નિવૃત બેંક મેનેજર (retire bank manager) છે. તેમની માનસિક સ્થિતિ સારી નથી. પોલીસે તેમને કોતવાલી નગરમાં રાખ્યા છે. ઘણા દિવસોથી આ વ્યક્તિ બસસ્ટેન્ડની આજુ બાજુ ભીખ માગીને પોતાનું પેટ ભરતો હતો. રવિવારે જયારે તેનો વિડિઓ સોસિયલ મીડિયામાં વાઇરલ થયો ત્યારે ગુજરાતના લોકો તેને ઓળખી ગયા. ત્યારબાદ તેમના વતનમાં પણ તેમના સંબંધીઓને ફોન દ્વારા જાણકારી આપવામાં આવી છે.

    વૃદ્ધે જ આપી પરિવારની જાણકારી

    પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ રામેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે એક વૃદ્ધ વ્યક્તિની જાણકારી પ્રાપ્ત થઇ. બસસ્ટેન્ડ પહોંચી તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. વાતચીત દરમ્યાન માનસિક બીમાર લાગ્યા. પરંતુ તે એક નિવૃત બેંક મેનેજર છે. ત્યારબાદ વૃદ્ધએ ઘરની માહિતી અને ફોન નંબર આપ્યા અને તરતજ ફોન કરી પરિવાર જનોને જાણ કરવામાં આવી.

    આ પણ વાંચોરાજકોટ : પટેલ વિહારના માલિક હસમુખ પાંચાણીએ કેમ કર્યો આપઘાત? શું છે કોયડો?

    2 એપ્રિલ થી ગાયબ હતા

    નિવૃત મેનેજર દ્વારા બતાવેલ નવસારીના ચીખલી ગામમાં સંપર્ક કરવામાં આવ્યો. તો ખબર પડી કે ત્યાંથી 2 એપ્રિલના રોજ ચાલ્યા ગયા છે. પોલીસ સ્ટેશનમાં પણ 2 એપ્રિલના રોજ ગુમ થયેલની અરજી કરેલી હતી. એ વૃદ્ધના ભાઈએ તેમનું નામ દિનેશ કુમાર ઉર્ફ દિનુભાઈ પટેલ જણાવ્યું. પરિવારના લોકો તેમને લેવામાટે ગુજરાતથી એટા રવાના થઇ ગયા છે. પણ હાજી સુધી એ નથી જાણવા મળ્યું કે એ વૃદ્ધ એટા કઈ રીતે પહોંચી ગયા ?
    Published by:kiran mehta
    First published:

    Tags: Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन