Castrol Activ દ્વારા #ProtectIndiasEngine અભિયાન મારફતે આદર્શ પ્રસ્થાપિત કરાયો

#ProtectIndiasEngine

આપના દ્વારા લેવામાં આવતી દરેક પ્રતિજ્ઞા પર Castrol Activ રૂ.10નો ફાળો આપશે અને આ રીતે રૂ.50 લાખ સુધીનું ભંડોળ ઊભું કરવામાં આવશે.

 • Share this:

  આ સમય છે આપણાં પડોશના મિકેનિકો તરફ ધ્યાન આપવાનો અને તેમને બહેતર ભવિષ્ય માટે તૈયાર થવામાં મદદ કરવાનો, જેથી તેઓ આપણી #NonStop સફર આગળ વધારવામાં હંમેશા મદદ કરી શકે


  મુશ્કેલ સમય સમાન પ્રકારના મુશ્કેલ પડકારો સર્જે છે. ભારતના યુવાનો લાંબા સમયથી તમામ મુશ્કેલીઓથી ઉપર ઉઠીને પ્રગતિ કરવાની અને અસંભવને સંભવ બનાવવાની ખ્યાતી ધરાવે છે. જ્યારે મહામારીએ આપણાં દેશનો ભરડો લીધો ત્યારે દેશના યુવાનોમાં પણ આજ જૂસ્સો જોવા મળ્યો હતો. એક-બીજાને મદદરૂપ થવાની ભાવનાની ખોટ સહેજપણ વર્તાઇ નહીં, કારણ કે યુવા સ્વયંસેવકો ખોરાક, સંભાળ અને આશ્રયની જરૂરિયાત ધરાવતાં મોટાભાગના લોકોની મદદ માટે ખડેપગે હાજર થઇ ગયાં હતાં. આ નિઃસ્વાર્થ કાર્યો પરિપૂર્ણ કરવા માટે ટુ-વ્હિલર પણ તેટલા જ ઉપયોગી નીવડ્યાં હતાં, જેના દ્વારા મદદની જરૂરિયાત ધરાવતાં દૂર-દૂરના સમુદાયો સુધી પહોંચવા માટે હેર-ફેરની સુવિધા પૂરી પાડી હતી.


  પરંતુ માત્ર હેર-ફેર જ નહીં, પરંતુ જવાબદારીની ભાવના પણ છે જે પરિવર્તનના દૂત બનવા માટે યુવાનોને હંમેશા પ્રેરણા પૂરી પાડે છે અને આ કાર્યમાં તેમના ટુ-વ્હિલર જાણે કે તેમના સૌથી નજીકના સાથી છે. અને આ પેઢી માટે કે જે આકાશને સ્પર્શવાની ઝંખના સેવે છે, તેમના માટે તેમના સપનાંઓને આસાનીથી સાકાર કરવામાં મદદ કરતાં લોકો બીજા કોઇ નહીં પરંતુ તેમના વિશ્વસનીય પડોશી મિકેનિકો છે. આપણા વાહનોને સુરક્ષિત રાખીને વર્ષોથી તેમણે આપણને આગળ વધવામાં મદદ કરી છે.


  કમનસીબે, હવે આ મહેનતું મિકેનિકોને અત્યારે આપણી સહાયતાની ખૂબ જ જરૂર છે.


  મહામારી અને તેના કારણે લાગુ કરાયેલા લૉકડાઉને મિકેનિકો અને તેમના વ્યવસાયને મરણતોલ ફટકો માર્યો છે. એકતરફ અનેક મિકેનિકોને તેમના ધંધા-રોજગાર કામચલાઉ ધોરણે સમેટી લેવાની ફરજ પડી હતી. ત્યારપછીના સમયગાળામાં પણ વાહનોના ઘટેલા વપરાશ અને આરોગ્ય સંબંધિત ચિંતાઓના કારણે તેમની કામગીરી પૂર્વવત્ બની શકી નથી. આ સમગ્ર બાબતોએ મિકેનિકોની વર્તમાન આવક ઉપર વિપરિત અસર પેદા કરી છે, જેના કારણે તેમના ભવિષ્યની તકો સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. આપણી અવિરત પ્રગતિમાં મદદ માટે હંમેશા હાજર મિકેનિકો વગર ભારતનો સવારીનો અનુભવ પહેલા જેવો બનવો શક્ય નથી.


  Castrol Activ છેલ્લા કેટલાક વર્ષોથી મિકેનિકો કલ્યાણ અને વૃદ્ધિ માટે અવિરત કામગીરી કરી રહ્યું છે. Castrol Super Mechanic સમગ્ર ભારતમાં કાર અને બાઇક મિકેનિકોને તેમની કુશળતા તપાસવામાં સહાયતા કરે છે અને તેમના જ્ઞાન અને પ્રતિભા દર્શાવીને તેઓ રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે. છેલ્લા 3 વર્ષોમાં, Castrolને સમગ્ર ભારતમાંથી 2 લાખ કરતાં વધારે મિકેનિકોની અભૂતપૂર્વ ભાગીદારી જોવા મળી છે - આ રીતે તે તેમના કૌશલ્યવર્ધન અને સ્વીકૃત થવાની ઇચ્છાને ખાતરી પૂરી પાડે છે.


  પરંતુ અત્યારે, સમય થોડો અલગ છે. આપણાં મિકેનિકોને સહાયતા કરવાની ઇચ્છાથી પ્રેરિત થઇને, Castrol Activ અને Network18 દ્વારા #ProtectIndiasEngine અભિયાનનો પ્રારંભ કરવા હાથ મિલાવવામાં આવ્યાં છે. જેવું નામમાં જ સૂચિત થાય છે તેમ, આ અભિયાન એક સામૂહિક આહવાન છે, જે મિકેનિકો માટેની આપણી તમામ સંભાળ અને ચિંતાઓને દિશા પૂરી પાડવાનું કામ કરે છે અને દરેક વ્યક્તિને તેમની સહાયતાની પ્રતિજ્ઞા લેવા માટે મંચ પ્રદાન કરે છે. આ ઝૂંબેશમાં અમારી મદદ માટે, અભિયાનની પ્રથમ પંક્તિમાં અમારો સાથ બોલિવૂડ સુપરસ્ટાર આયુષમાન ખુરાના આપી રહ્યાં છે. એક પ્રખ્યાત યુવા પ્રતિભા તરીકે તે પોતાની મહેનતથી બોલિવૂડમાં ટોચનું સ્થાન મેળવી શક્યાં છે અને પોતાની કારકિર્દીના અનેક વર્ષો સુધી ટુ-વ્હિલરની સવારી કરી છે. જીવનના અત્યંત મહત્ત્વપૂર્ણ મોડ પર મિકેનિકોએ તેમને કેવી રીતે મદદરૂપ બની રહ્યાં છે તે અંગે પણ આયુષમાન ખુરાનાએ પોતાની યાદો જણાવી હતી.


  આ ઝુંબેશમાં દક્ષિણ ભારતના ખૂબ જ વિખ્યાત કલાકારો જેમ કે શીંદે શેટ્ટી અને ગણેશ વેંકટરામ તેમજ જાણીતા હિન્દી અભિનેતા રવિ દુબેના સહકારના કારણે તેની વ્યાપકતા વધે છે અને વધુ સમર્થન પણ મળે છે.


  તેમનો સંદેશો ખૂબ જ સરળ છે. વર્ષોથી આપણાં મિકેનિકોએ આપણાં વાહનોની અવિરત સુરક્ષા પૂરી પાડીને સહાયતા કરી છે, હવે આપણો વારો છે #ProtectIndiasEngineનો અને આપણાં મિકેનિકોને સહાયતા કરવાની પ્રતિજ્ઞા લેવાનો. પ્રતિજ્ઞા લેવાનું કાર્ય ભલે માત્ર બે મિનિટનું સરળ કાર્ય હોય તેમ છતાં પણ તે ખૂબ જ મોટી અસર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.


  આપના દ્વારા લેવામાં આવતી દરેક પ્રતિજ્ઞા પર Castrol Activ રૂ.10નો ફાળો આપશે અને આ રીતે રૂ.50 લાખ સુધીનું ભંડોળ ઊભું કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ તાલીમ, કૌશલ્યવર્ધન અને આપણાં મિકેનિકોને નવી ટેકનોલોજી, સલામત વ્યવસાય પ્રણાલીઓ અને ઉદ્યોગ વલણો અંગે માહિતગાર કરાવવા માટે કરવામાં આવશે.


  તેમની સહાયતામાં પ્રતિજ્ઞા લેવા માટે, ગ્રાહકો સરળતાથી www.protectindiasengine.com ની મુલાકાત લઇ શકે છે અને પ્રતિજ્ઞાનું બટન દબાવી શકે છે. વૈકલ્પિક રીતે તેઓ 7574-003-002 ઉપર મિસ્ડ કૉલ પણ કરી શકે છે. હવે આપણો વારો છે આપણાં પ્રયત્નો અને #ProtectIndiasEngineની પ્રતિજ્ઞા સાર્થક કરવાનો.


  આ સહભાગી લેખ છે.

  Published by:Chaitali Shukla
  First published: