આજે ભારત જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશ દુષ્ક્ળ જળ સંકટથી (Water scarcity) પરેશાન છે. આજે માણસ મંગળ ગ્રહ પર પાણીની શોધમાં લાગેલો છે. ભારત સહિતના અનેક વિકાસશીલ દેશોના અનેક ગામમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. આ સમસ્યાથી લોકોને બચાવવા માટે અને પાણીના સંચય અને તેની જાગૃતિ માટે News18 દ્વારા હાર્પિક ઇન્ડિયા (Harpic India) સાથે મળી મળી અને Mission Paani કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેન અંતર્ગત આજે, 26 જાન્યુઆરીના દિવસે (Republic Day) 12.30 વાગ્યાથી રાજકારણ, ફિલ્મી તેમજ મનોરંજન દુનિયાના અનેક સેલિબ્રિટી પોતાના વિચારો રજૂ કરશે.
મિશન પાની વોટરથોનમાં સંગીતકાર એ.આર. રહેમાન, મલ્લિકા સારાભાઇ, પ્રસૂન જોશી, સદગુરૂ, એચ.એચ.ચિદાનંદ સ્વામી, અભિનેતા રાજકુમાર રાવ, મંદિરા બેદી, નેહા ધૂપિયા, દિયા મિર્ઝા, ગુલ પનાગ, ભૂમિ પેડનેકર, ચેઝ માસ્ટર વિશ્વનાથન આનંદ અને સ્મૃતિ મંધાના જોડાયા છે.
મિશનપાણી વોટરથોનમા જોડાયેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યું કે, ભૂગર્ભ જળ સંરક્ષણ આપણી જવાબદારી છે. આ સાથે, શુદ્ધ પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવાની પણ આપણી જવાબદારી છે. આરોગ્યમંત્રીએ સરકારની 'જળ તકનીક પહેલ' વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશભરના લોકોને પીવાનું પાણી પહોંચાડવાનો છે.
આ સાથે આ ઇવેન્ટમાં બોવિલૂડની અભિનેત્રી અને ભરતનાટ્યમ ડાન્સર ઇશા દેઓલે પણ વોટર એન્થમ પર ડાન્સ રજૂ કર્યો હતો.
જળ પ્રતિજ્ઞા દિવસ કાર્યક્રમમાં એ.આર. રહેમાન દ્વારા રચિત અને પ્રસૂન જોશી દ્વારા લખાયેલ 'સ્વચ્છતા ઔર પાની' (સ્વચ્છતા અને પાણી) નામના મિશન પાની અભિયાન ગીતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.