નવી દિલ્હી : કોરોના વાયરસનો (Coronavirus)નવો વેરિએન્ટ ઓમિક્રોન (Omicron Variant) ભારતમાં પહેલા જોવા મળેલા વેરિએન્ટની સરખામણીમાં ઓછો ઘાતક હોઇ શકે છે. એક પ્રમુખ મહામારી વૈજ્ઞાનિકના મતે આ વર્ષે એપ્રિલ-મે માં જોવા મળેલા ડેલ્ટા વેરિએન્ટના (Delta Variant) કારણે હોસ્પિટલોમાં ઘણી લાંબી લાઇનો જોવા મળી હતી. તેની સરખામણીમાં ઓમિક્રોન (Omicron)ઓછું નુકસાન પહોંચાડી શકે છે. સેન્ટર ફોર ડિસિઝ ડાયનેમિક્સ ઇકોનોમિક્સ એન્ડ પોલિસીના નિર્દેશક રામનન લક્ષ્મીનારાયણે બ્લૂમબર્ગ ટેલિવિઝન સાથે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોવિડ-19 વાયરસ માટે ભારતીયોના વ્યાપક જોખમ અને ઉચ્ચ ટિકાકરણને (Covid vaccination)જોતા ભારત નવા વેરિએન્ટથી ઓછું પ્રભાવિત થશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે જો ઓમિક્રોન બધી પ્રતિરક્ષા માટે અપનાવેલા નિયમોને ભેદવામાં સક્ષમ હોય તો તેના પરિણામ તેનાથી વિપરિત પણ હોઇ શકે છે.
ગત મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ઓમિક્રોન વેરિએન્ટ વિશે જાણ થઇ હતી. લક્ષ્મીનારાયણે કહ્યું કે હોસ્પિટલમાં ભરતી થવા અને સ્વાસ્થ્ય પ્રણાલી પર પડેલા દબાણના કારણે જે નુકસાન આપણે બીજી લહેરમાં જોયું છે તેનાથી ઓછું રહેવાની આશા છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય ચિકિત્સા અધિકારી પોલ કેલીએ પણ કહ્યું કે એ વાતનો કોઇ સંકેત નથી કે ઓમિક્રોન અન્ય વેરિએન્ટ્સની સરખામણીમાં ઘાતક છે.
ભારતમાં મે મહિનાની શરૂઆતમાં દુનિયામાં સૌથી ઝડપી કોવિડના કેસો જોવા મળ્યા હતા. જેમાં ડેલ્ટા વેરિએન્ટના (Delta Variant) કારણે રોજના 400000થી વધારે નવા કેસ સામે આવતા હતા. ઘાતક વાયરસની લહેરના કારણે દેશમાં વેક્સીનેશન અભિયાન ઝડપી બનાવ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં એક અબજથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે વસ્તીમાં નેચરલ ઇમ્યુનિટી પોતાના ઉચ્ચ સ્તર પર બની ગઈ છે.
ભારતમા બે તૃતિયાંશથી વધારે વસ્તીમાં એન્ટીબોડી
જૂન અને જુલાઇમાં રાષ્ટ્રીય સીરોલોજિકલ સર્વેક્ષણના (National Serological Survey) એક અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે કોવિડ-19 સામે ભારતની બે તૃતિયાંશથી વધારે વસ્તીમાં એન્ટીબોડી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે લગભગ 48.5% વયસ્ક વસ્તીને વેક્સીનના બે ડોઝ આપી દેવામાં આવ્યા છે.