EPFO ની UMANG એપ, સિરી અને એલેક્સાની જેમ કરશે કામ, જાણો કેવું હશે અપડેટ
EPFO ની UMANG એપ, સિરી અને એલેક્સાની જેમ કરશે કામ, જાણો કેવું હશે અપડેટ
UMANG App (પ્રતિકાત્મક ફોટો)
UMANG App ને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સરકાર જોરશોરથી કામ કરી રહી છે. શરૂઆતમાં, UMANG એપમાં વૉઇસ કમાન્ડ (Voice Command) માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હશે. જે લોકો ટાઈપ કરી શકતા નથી તેમના માટે વોઈસ કમાન્ડ ફીચર ખૂબ જ ઉપયોગી થશે.
UMANG એટલે કે યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ એપ ટૂંક સમયમાં વોઇસ કમાન્ડ ફીચર (Voice Command Feature) ઉમેરશે. આ ફીચર ઉમેર્યા બાદ યુઝર્સ એપલની સિરી (Apple Siri) અને એમેઝોનના એલેક્સા (Amazon Alexa) ની જેમ આ એપનો પણ ઉપયોગ કરી શકશે. જે લોકો અત્યારે લખીને ઉમંગ એપનો ઉપયોગ કરી શકતા નથી, તેઓને વોઈસ કમાન્ડ ફીચરથી ઘણો ફાયદો થશે.
હાલમાં ઉમંગ એપની મદદથી 13 સરકારી યોજનાઓ કે સેવાઓ વિશે માહિતી મેળવી શકાય છે. આની મદદથી EPFO, જન ઔષધિ, ESIC, COWIN, અટલ પેન્શન યોજના (Atal Pension Yojna) અને ઈ-રક્તકોશ જેવી યોજનાઓ સાથે સંબંધિત કામ પૂર્ણ કરી શકાશે. ઉમંગ એપની મદદથી, EPFO સબ્સ્ક્રાઇબર્સ તેમનું PF બેલેન્સ ચેક કરી શકે છે, UAN માટે અરજી કરી શકે છે અને તેમના દાવાની સ્થિતિ ચકાસી શકે છે. એટલું જ નહીં, આની મદદથી તેઓ લાઈફ સર્ટિફિકેટ સહિત અન્ય EPFO સેવાઓનો લાભ પણ લઈ શકશે.
ભારત સરકારની ઉમંગ એપનો હેતુ સામાન્ય લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ સરળ બનાવવાનો છે. આની મદદથી કેન્દ્ર અને રાજ્યોના તમામ સરકારી વિભાગોના લાભો અને તેમની સેવાઓ સામાન્ય લોકોને તેમના મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉમંગ એપ હેઠળ અત્યાર સુધીમાં 13 સેવાઓ લાવવામાં આવી છે. ટૂંક સમયમાં ઘણી નવી સેવાઓ પણ ઉમંગ સાથે જોડાઈ શકે છે.
પહેલા હિન્દી અને અંગ્રેજીમાં આવશે વોઇસ કમાન્ડ
ઉમંગ એપને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સરકાર જોરશોરથી કામ કરી રહી છે. શરૂઆતમાં, UMANG એપમાં વૉઇસ કમાન્ડ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હશે. સરકાર હિન્દી અને અંગ્રેજીમાં આ સેવા શરૂ કર્યાના આઠ મહિનામાં દેશની અન્ય 10 મુખ્ય ભાષાઓમાં વૉઇસ કમાન્ડ સેવા શરૂ કરવા માગે છે.
UMANG એપમાં વોઈસ કમાન્ડ ફીચર ઉમેર્યા પછી, બોલીને, રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું, રસીકરણ સ્લોટ બુક કરવા, ભવિષ્ય નિધિની પાસબુક જોવી અને દાવાની સ્થિતિ જાણવાની વગેરે ઘણી બાબતો કરી શકાય છે. યુઝર્સ તેને 'હે ઉમંગ' કહીને કમાન્ડ કરી શકશે. હે ઉમંગ બોલ્યા બાદ યુઝર્સે તેમની પાસે જે કામ છે તે બોલવું પડશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર