Home /News /national-international /EPFOનો મોટો નિર્ણય: PF અકાઉન્ટ પર મળતા વ્યાજદરમાં સરકારે કર્યો વધારો, આ રીતે ચેક કરો બેલેન્સ

EPFOનો મોટો નિર્ણય: PF અકાઉન્ટ પર મળતા વ્યાજદરમાં સરકારે કર્યો વધારો, આ રીતે ચેક કરો બેલેન્સ

epfo interest

ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે પીએફ પર મળતા વ્યાજ પર વધારો કરી દીધો છે. સરકારે ઈપીએફ વ્યાજદરને 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કરી દીધું છે.

નવી દિલ્હી: ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે પીએફ પર મળતા વ્યાજ પર વધારો કરી દીધો છે. સરકારે ઈપીએફ વ્યાજદરને 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કરી દીધું છે. આ વધારાથી ઈપીએફ સભ્યોને ખૂબ રાહત મળશે. ગત વર્ષે સીબીટીએ ઈપીએફના દરોને 40 વર્ષના લોઅર પર લાવી દીધું હતું. ઈપીએફઓ સીબીટીની બે દિવસની બેઠક ચાલી રહી હતી. જેમાં અનુમાન લગાવામાં આવ્યું હતું કે, સરકાર કા તો વ્યાજદ વધારશે અથવા સ્ટેબલ રાખશે.

આ પણ વાંચો: VIDEO: મેથ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા આ ભાઈએ નોકરી ન કરી, હવે કરી રહ્યા છે સફરજન અને અંજીરની શાનદાર ખેતી

વ્યાજની રકમ જમા થઈ કે નહીં તે આ રીતે જાણો

1) SMSની મદદથી બેલેન્સ ચેક કરો

જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 77382 99899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.

2) મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો

તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

આ પણ વાંચો:  EPFO: PF અકાઉન્ટ સાથે જોડાયેલા આ ફાયદા જાણી આપ પણ થઈ જશો ખુશ

3) ઉમંગ એપની મદદથી ચેક કરો

EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

>> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે

>> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો

>> હવે View Passbook પર ક્લિક કરો

>> પાસબુક જોવા માટે UANથી Login કરો

4) વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો

તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
First published:

Tags: EPFO account, EPFO Interest, EPFO New Rule, EPFO subscribers