Home /News /national-international /RTO ઓફિસરે પગાર કરતા 650 ગણી વધુ કમાણી કરી, 6 આલિશાન મકાનનો માલિક છે, દરોડામાં થયો ખુલાસો

RTO ઓફિસરે પગાર કરતા 650 ગણી વધુ કમાણી કરી, 6 આલિશાન મકાનનો માલિક છે, દરોડામાં થયો ખુલાસો

દરોડામાં RTOના ઘરેથી રૂ. 16 લાખની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે

Economic Offences Wing Raids -10,000 વર્ગફૂટમાં ફેલાયેલ આલિશાન મહેલ જોઈને EOWની ટીમ હેરાન થઈ ગઈ, ત્રણ માળના આ ઘરમાં બધો જ સામાન લક્ઝરી, ઘરમાં લિફ્ટથી લઈને મોંઘી શરાબ રાખવા માટે લાકડીનો રેક, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, ઝૂમ્મર સહિત ખૂબ જ કિંમત સામાનથી આલિશાન ઘર બનાવવામાં આવ્યું છે

વધુ જુઓ ...
મધ્યપ્રદેશના જબલપુરમાં (jabalpur)RTO સંતોષ પોલ (Santosh Paul) અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગે (Economic Offences Wing, EOW) દરોડા પાડ્યા હતા. આ દરોડા પરથી RTOની ગેરકાયદાકીય સંપત્તિ વિશે જાણકારી સામે આવી હતી. EOWને જાણવા મળ્યું હતું કે, RTOએ ગેરકાયદાકીય રીતે સંપત્તિ ઊભી કરી છે. અધિકારીઓએ પોલના જબલપુર, સાગરના ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન RTOના જબલપુરમાં છ આલિશાન મકાનો વિશે જાણકારી સામે આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, સંતોષ પોલે પોતાના પગાર કરતા 650 ગણી વધુ કમાણી કરી છે.

અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો


જબલપુરના RTO અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા. તેઓ એક ઓટો ડ્રાઈવરને 100 ગ્રામ ગાંજા સાથે ફસાવવાની વાત કરી રહ્યા હતા. દરોડામાં RTOના ઘરેથી રૂ. 16 લાખની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો - મુંબઇમાં ફેમસ સ્ટોર ધરાવતાં અને કચ્છી અગ્રણીના પુત્રનો વિરારમાંથી મળ્યો મૃતદેહ!

છ આલિશાન ઘર વિશે જાણકારી મળી (Santosh Paul Property)


EOWના SP રાજપૂતે જણાવ્યું કે, આવકથી વધુ સંપત્તિ હોવાના કેસમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રારંભિક કાર્યવાહીમાં આલિશાન ઘર, લક્ઝરી કાર, જમીન, પ્લોટ સહિત કરોડોની સંપત્તિ વિશે જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં પીપી કોલોની ગ્વારીઘાટમાં 1,247 વર્ગફૂટનું એક આવાસીય ભવન, શંકર શાહ વોર્ડમાં 1,150 વર્ગફૂટનું આવાસીય ભવન, શતાબ્દીપુરમમાં 10,000 વર્ગફૂટના બે આવાસીય ભવન, કસ્તૂરબા ગાંધી વોર્ડમાં 570 વર્ગફૂટનું આવાસીય ભવન, ગઢા ફાટકમાં 771 વર્ગફૂટનું આવાસીય ભવન અને ચરગવા રોડ પર 1.4 એકરના ફાર્મહાઉસ વિશે જાણકારી મળી છે. અગાઉ 8 ઓગસ્ટના રોજ જબલપુરમાં કુંડમ તહસીલ નિવાસી સમિતિ સહાયક પ્રબંધકના ઘરે EOWએ દરોડા પાડ્યા હતા.

10,000 વર્ગફૂટનો આલિશાન મહેલ


શતાબ્દીપુરમમાં 10,000 વર્ગફૂટમાં ફેલાયેલ સંતોષ પાલનો આલિશાન મહેલ જોઈને EOWની ટીમ હેરાન થઈ ગઈ છે. ત્રણ માળના આ ઘરમાં બધો જ સામાન લક્ઝરી હતી. ઘરમાં લિફ્ટથી લઈને મોંઘી શરાબ રાખવા માટે લાકડીનો રેક, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, ઝૂમ્મર સહિત ખૂબ જ કિંમત સામાનથી આલિશાન ઘર બનાવવામાં આવ્યું છે. EOW દેવેન્દ્ર પ્રતાપ સિંહ રાજપૂત જણાવી રહ્યા છે કે, તપાસની કામગીરી ચાલુ છે.
First published:

Tags: Madhya pradesh, Madhya pradesh news

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन