Home /News /national-international /

કલાર્કના ઘરે રેડ પાડતાં મળી આવ્યો 'રહસ્યમય ખજાનો', અધિકારીઓ પણ ચોંકી ગયા!

કલાર્કના ઘરે રેડ પાડતાં મળી આવ્યો 'રહસ્યમય ખજાનો', અધિકારીઓ પણ ચોંકી ગયા!

ક્લાર્કના ઘરે EOW દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કાળું નાણું મળી આવ્યું

ક્લાર્કના ઘરે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ઘણું કાળું નાણું મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

    ભોપાલ: મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ક્લાર્ક (EOW raid clerk hero keswani) હીરો કેસવાણીના ઘરે ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ઘણું કાળું નાણું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આટલી સંપત્તિ જોઈને તપાસ કરવા આવેલા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે જે અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, તેનો પગાર હજારો રૂપિયામાં હતો અને તેની આટલી વધુ સંપત્તિએ સૌને વિચારવા પર મજબૂર કરી દીધા હતા. દરોડામાં હીરો કેસવાણીના ઘરેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. હીરો કેસવાનીના ઘરેથી લગભગ 85 લાખ રૂપિયાની રોકડ જપ્ત (85 lakh rupees Cash and crores property) કરવામાં આવી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હીરો કેસવાનીના ઘરેથી જમીનના સોદાના કરાર સાથે જોડાયેલા અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. એટલું જ નહિં આશરે 4 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા દસ્તાવેજો પણ મળ્યા છે.

    હીરો કેસવાનીની ત્રણ માળનું આલીશાન મકાન અને તેના દરેક માળમાં વૈભવી ઇન્ટિરિયર અને ડેકોરેશનનું કામ જોઈને EOW ટીમ અચંબિત થઈ ગઇ હતી. ઘરના દરેક રૂમમાં પેનલિંગ અને વુડવર્ક કરવામાં આવ્યું છે. છત પર લક્ઝરિયસ પેન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. બૈરાગઢમાં હીરો કેસવાણીની ઇમારત લગભગ રૂ. 1.5 કરોડની કિંમતની છે.

    આ પણ વાંચો: પૃથ્વીની ઝડપ વધતા વિજ્ઞાનિકો ચિંતામાં, 24 કલાકથી પણ ઓછા ગાળામાં લગાવે છે ચક્કર

    હીરો કેસવાણીએ બૈરાગઢની આસપાસ વિકસિત કોલોનીઓમાં મોંઘા પ્લોટ ખરીદ્યા છે. હીરો કેસવાણીએ મોટાભાગની પ્રોપર્ટી તેની પત્નીના નામે ખરીદી છે અને ઘણી સંપત્તિ ખરીદીને વેચી પણ દીધી છે. હીરો કેસવાણી અને તેના પરિવારના સભ્યોના બેંક ખાતામાં પણ લાખો રૂપિયા જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આરોપીની પત્નીના બેંક ખાતામાં પણ લાખો રૂપિયા જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું.

    હીરો કેસવાનીના ઘરેથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ખરીદી સાથે જોડાયેલી રસીદો મળી આવી છે. આરોપીના ઘરેથી ત્રણ ફોર વ્હીલર અને એક એક્ટિવા સ્કૂટર મળી આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરો કેસવાનીએ 4 હજાર રૂપિયા પ્રતિ માસના પગારથી નોકરીની શરૂઆત કરી હતી અને હાલમાં તેનો પગાર 50 હજાર રૂપિયા પ્રતિ માસ છે. આવી સ્થિતિમાં આવા કાળા નાણાએ સૌને ચોંકાવી દીધા હતા.
    First published:

    Tags: Latest News, National news, Raids

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन