આજકાલ મોંઘવારીની દુનિયામાં પોતાના માટે ઘર ખરીદવું કોઈ સરળ વાત નથી. નહીંતર જિંદગીમાં આલીશાન અને શાનદાર શોક તો સૌ કોઈ રાખવા માગે છે. હવે દુનિયામાં સૌ કોઈ રાજા મહારાજ થોડા છે કે, પોતાના માટે આખું શહેર ખરીદે લે. જો કે, તમારી જો આવી ઈચ્છા હોય તો, તે પુરી થઈ શકે છે. કેમ કે એક આઈલેન્ડ, લક્ઝૂરી બંગલાની કિંમતમાં વેચાઈ રહ્યો છે, એવું પણ કહી શકાય કે, ટોપ શહેરોમાં તો આટલામાં એક ફ્લેટ પણ ન મળે.
અત્યાર સુધીમાં આપ વિચારતા હશો કે, અમીર ખાનદાનમાં પેદા થવાથી એક આખો દ્વિપ પોતાના નામે કરી શકાય, તો હવે આપને આ મોકો પણ મળી રહ્યો છે. આ કોઈ મજાક નથી. મોટા ભાગે દુનિયાના ટોપ સીટીઝમાં જેટલામાં એક ફ્લેટ મળે છે, એટલામાં તો એક આખો આઈલેન્ડ વેચાઈ રહ્યો છે. સુંદર લોકેશન અને નોકર ચાકરની સુવિધા સાથે આપને અહીં દ્વિપ મળી જશે. આપ ગર્વથી પોતાના મિત્રોને બતાવી શકશો કે આપ કોઈ ઘર કે બંગલાના નહીં પણ આખા આઈલેન્ડના માલિક છો.
આઈલેન્ડમાં શું શું આવેલું છે
અમે જે આઈલેન્ડની વાત કરી રહ્યા છીએ, તે સેન્ટ્રલ અમેરિકામાં આવેલ છે. ટ્રોપિકલ આઈલેન્ડ ઈગુઆના લગભગ 5 એકરમાં ફેલાયેલુ છે. અહીં નારિયેળ અને કેળાના ઝાડની વચ્ચે ત્રણ રુમવાળું આલીશાન ઘર બનેલું છે. આ ઉપરાંત દ્વિપ પર 28 ફુટનું ઓબ્ઝર્વેશન ટાવર છે. જ્યાંથી આજૂબાજૂનો સુંદર નજારો જોઈ શકાય છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઈગુઆના દ્વિપ દુનિયાથી અલગ નથી. તે આપને વાઈફાઈની સાથે ફોન સુવિધા ઉપરાંત ટીવી સિગ્નલ પણ આપશે. ઈગુઆના દ્વિપ, નિકારાગુઆના જ્વાળામુખી સ્પોટ બ્લૂફીલ્ડ્સથી લગભગ 12 માઈલના અંતરે આવેલું છે.
પોણા ચાર કરોડમાં આપ આઈલેન્ડના માલિક બની શકશો
જો આ સુંદર દ્વિપને ખરીદવાની ઈચ્છા ધરાવો છો, તો આપને ફક્ત પોણા ચાર કરોડ રૂપિયા ચુકવવા પડશે. આપને નવાઈ લાગશે પણ આ સત્ય છે. આપ વિચારતા હશો કે, આટલી કિંમતમાં ટોપ સીટીઝમાં માંડ એક ફ્લેટ ખરીદી શકાય.ઘણા શહેરોમાં તો એ પણ ન આવે. આપણા દેશમાં દિલ્હી-મુંબઈની વાત કરીએ તો, આટલા પૈસા ખર્ચ કર્યા બાદ લક્ઝૂરી ફ્લેટ ખરીદ શકાય પણ અહીં તો આખો આઈલેન્ડ આપને મળશે. એટલું જ નહીં ઈગુઆના દ્વિપની દેખરેખ કરવા માટે આપને સ્ટાફ પણ મળશે, જે દ્વિપના નવા માલિક સાથે રહેવા માટે તૈયાર છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર