Home /News /national-international /

મણિપુરમાં ઉગ્રવાદી સમૂહની ધમકી: BJPને વોટ આપો નહીં તો, હિંસા માટે તૈયાર રહો

મણિપુરમાં ઉગ્રવાદી સમૂહની ધમકી: BJPને વોટ આપો નહીં તો, હિંસા માટે તૈયાર રહો

કૂકી આર્મીનું કહેવું છે કે, બીજેપીને 90 ટકા વોટ મળવા જોઈએ. નહીં તો, તે લોકોને બોલાવી તેમને સજા આપશે.

કૂકી આર્મીનું કહેવું છે કે, બીજેપીને 90 ટકા વોટ મળવા જોઈએ. નહીં તો, તે લોકોને બોલાવી તેમને સજા આપશે.

    (બીજુ કુમાર ડેકા)

    લોકસભા ચૂંટણીના ઠીક પહેલા મણિપુરના ગ્રામ પ્રધાનોને કૂકી નેશનલ આર્મી બીજેપીના પક્ષમાં વોટ કરવા માટે લોકોને ધમકાવી રહી છે. કૂકી આર્મીનું કહેવું છે કે, બીજેપીને 90 ટકા વોટ મળવા જોઈએ. નહીં તો, તે લોકોને બોલાવી તેમને સજા આપશે.

    કુકી નેશનલ આર્મીના કમાન્ડર થાંગબોઈ હાઓકિપે ડી મુનતફઈ અને મોરેહ ગામમાં એક સભા આયોજીત કરી હતી, જેમાં ગ્રામ પ્રધાન પણ હાજર રહ્યા હતા. તેમાં મણિપુર આુટર સીટ પર બીજેપી ઉમેદવાર એચએસ બેન્ઝામિન મેટની વાર્તા કરતા તેમણે તેમણે ચેતાવણી આપી કે, જો જરૂરત પડશે તો, હિંસાનો પણ સહારો લેવામાં આવશે. પરંતુ, ગામના લોકોને આદેશનું પાલન કરવું પડશે.

    કેએનએ કમાન્ડરે કહ્યું કે, સમૂહની અંદર સક્રિય મહિલાઓની અછત હોવા છતા 11 એપ્રિલ માટે 200 મહિલાઓવાળી એક વિશેષ ટુકડીને પણ પોલિંગ બૂથો પર તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પુરૂષ હોય કે મહિલા, જે પણ આદેશનું પાલન નહીં કરે, તેને બક્શવામાં નહીં આવે.

    કેએન કમાન્ડરે કહ્યું કે, 'ગામ બૂરા'ના મુખીયાએ સૂચિત કરીને તેમને મુક્ત આવન જાવનની માંગ કરી હતી. મોરેહ ક્ષેત્રમાં 21 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે અને તે મતદાનની ટકાવારીની તપાસ કરશે. તેમણે કહ્યું કે, 90 ટકા વોટની જરૂરત છે.

    કૂકી નેશનલ ઓર્ગેનાઈઝેશન અને કુકી નેશનલ આર્મીનું ગઠન 1988માં થયું હતું. થાંગખોલુન હાઓકિપની કમાન મેં કેડરની પહેલી બેચને મ્યાંમારમાં કાચિન ઈન્ડિપેન્ડેન્ટ આર્મી દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવી છે. આ સંગઠન એકે-સિરીઝ, જી-સિરીઝ, એમ-સિરીઝ અને 60 એમએમ મોર્ટાર જેવા ખતરનાક હથિયારોથી સજ્જ છે. સંગઠન પાસે 600 કેડરોની તાકાત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Threaten, Violence, ગામડા, ભાજપ, મણીપુર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन