અમદાવાદ : જાપાનના કુચિનોરાબુ દ્વિપ પર આજે જ્વાળામૂખી ફાટતાં અહીંના સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. ત્યાંની એક સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ જાપાનના મોસમ વિજ્ઞાન એજન્સી(જેએમએ)ને ચેતવણીનું સ્તર ત્રણથી વઘારીને પાંચ કર્યા બાદ સ્થાનિક લોકોને આ દ્વિપ ખાલી કરવા માટે ચેતવણી આપી દીઘી છે.
જયારે જ્વાળામુખીની ચેતવણીની પ્રણાલી મુજબ પાંચનો સ્તર મોટો માનવામાં આવે છે. જાપાનમાં ગત વર્ષે ઓગસ્ટ માસમાં પણ જ્વાળામૂખી ફાટવાની ઘટના બની હતી. જો કે, તેમાં કોઈના મૃત્યુ કે અન્ય કોઈ નુકશાન થવા પામ્યુ ન હતું. આ જ્વાળામૂખી ફાટતાં આકાશમાં ઘનઘોર અને કાળા ઘુમાડાના ગોટે ગોટા ખૂબ ઉંચે સુઘી જોવા મળતાં હતા તેમજ આ ગરમ લાવા અને ગેસ પર્વતની ચટ્ટાનોમાંથી ચોટી પર અને બાદમાં નીચે આવીને સમુદ્રમાં પહોંચે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર