Home /News /national-international /હવે A ફોર એપ્પલ નહીં આવો અર્થ થશે, ઉત્તર પ્રદેશની શાળામાં ABCDનો અર્થ બદલી નાખ્યો

હવે A ફોર એપ્પલ નહીં આવો અર્થ થશે, ઉત્તર પ્રદેશની શાળામાં ABCDનો અર્થ બદલી નાખ્યો

અંગ્રેજી આલ્ફાબેટના અર્થ બદલાયા (ANI)

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક એવી શાળા છે, જ્યાં અંગ્રેજી આલ્ફાબેટના લેટર્સમાં મોટો ફેરફાર કરવામા આવ્યો છે. આ સ્કૂલમાં હવે A ફોર અર્જૂન અને B ફોર બલરામ ભણાવવામાં આવે છે.

    લખનઉ: આપણે બધાંએ સ્કૂલોમાં A ફોર એપ્પલ અને B ફોર બોલ ભણ્યા છીએ. જો કે હવે તે બદલાઈ ગયું છે. કારણ કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક એવી શાળા છે, જ્યાં અંગ્રેજી આલ્ફાબેટના લેટર્સમાં મોટો ફેરફાર કરવામા આવ્યો છે. આ સ્કૂલમાં હવે A ફોર અર્જૂન અને B ફોર બલરામ ભણાવવામાં આવે છે.

    લખનઉની અમીનાબાદ ઈન્ટર કોલેજમાં બાળકોને અંગ્રેજીની વર્ણમાલામાંથી ઐતિહાસિક અને પૌરાણિક જ્ઞાન આપવામાં આવશે. સ્કૂલના આચાર્ય સાહેબ લાલ મિશ્રાએ જણાવ્યું છે કે, બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે ઓછુ જ્ઞાન હોય છે, એટલા માટે તેમનું જ્ઞાન વધારવા માટે અમે આવું કર્યું છે.





    સ્કૂલ પ્રિન્સિપલે કહ્યું કે, અમે આવું હિન્દી વર્ણમાલામાં પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હિન્દી વર્ણમાલામાં અક્ષર વધારે હોય છે. એટલા માટે થોડુ અધરુ રહે છે, પણ અમે પ્રયાસ કરતા રહીશું. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, સી ફોર કેટ નહીં પણ સી ફોર ચાણક્ય લખ્યું છે.

    અમીનાબાદ ઈન્ટર કોલેજ તરફથી અંગ્રેજી વર્ણમાલાનું હિન્દી વર્જન પુસ્તક પણ તૈયાર કર્યું છે. આ તસ્વીરમાં પુસ્તકના પન્ના જોઈ શકશો. જેમાં ડી ફોર ધ્રુવ અને ઈ ફોર એકલવ્ય લખ્યું છે.



    અમીનાબાદ ઈન્ટર કોલેજના વખાણ કરતા કહ્યુ કે, આ પુસ્તકનો ઉદ્દેશ્ય સ્ટૂડન્ટ્સને ભારતના ઈતિહાસ અને પુરાણ સાથે જોડાયેલી જાણકારી વિશે બતાવાનું છે. પુસ્તકના આ પાનામાં ઓ ફોર ઓરેન્જ નહીં પણ ઓ ફોર ઓમકાર લખ્યું છે.

    તો વળી અમીનાબાદ ઈન્ટર કોલેજની વાત કરીએ તો, રાજધાની લખનઉમાં આવેલી આ સ્કૂલ 125 વર્ષ જુની છે. સ્કૂલની બહાર લાગેલા બોર્ડ પર સ્થાપનાની તારીખ લખેલી છે, જે 1897 છે એટલે કે આજથી 125 વર્ષ તેને બનાવામાં આવી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Alphabets, Uttar prades

    विज्ञापन
    विज्ञापन