ઈંગ્લેન્ડના વિડનેસ ટાઉનની રહેવાસી ટોની સ્ટેનડેન નામની યુવતીએ પોતાના વાળ કઢાવીને પોતાની માંદગી અંગે ખોટો ન્યુઝપેપરને ઈન્ટરવ્યુ આપ્યો હતો. 29 વર્ષની આ મહિલા ફ્રોડ છે તેવુ ચેસ્ટર મેજિસ્ટ્રેટ્સની કોર્ટમાં ચાલેલી સુનવણીમાં સામે આવ્યું. મિત્રોના ભરોસાનો તેણે ગેરફાયદો ઉઠાવ્યો. જૂન 2015માં સ્ટેનડેને તેના બે મિત્રોને જણાવ્યું હતું કે તેને ટર્મિનલ વજાઈનલ કેન્સર થયું છે. તેની શું સારવાર ચાલી રહી છે તેની ઝીણવટભરી માહિતી તે એકદમ સફાઈ પૂર્વક આપતી હતી. જેથી તેની ઉપર ક્યારેય શંકા ન ગઈ. તેના મિત્રોએ તેના લગ્ન માટે ફંડ એકઠુ કરવા એક એકાઉન્ટ બનાવ્યું અને સ્થાનિક તેમજ નેશનલ મિડિયામાં તેનો ઈન્ટરવ્યુ ચાલ્યા બાદ તેની સ્ટોરીએ વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું. પરંતુ લગ્ન પછી તેની સાથેની વાતચીતમાં તેના મિત્રોને શંકા ગઈ અને તેના ફોનકોલ્સ રેકોર્ડ કર્યા.
તપાસ અધિકારીએ જણાવ્યું કે, તેણે કેમ આવુ કૃત્ય કર્યું તે ખબર નથી પણ તેના મિત્રો જે તેના માટે કશુંપણ કરવા તૈયાર હતા તેમનો ભરોસો તેણે તોડી નાખ્યો.
ડિસ્ટ્રીક્ટ જજે પણ સુનવણીમાં જણાવ્યું હતું કે, તે સતત જુઠ્ઠું બોલતી રહી કે તે અમુક અઠવાડિયાઓ માટે જ જીવિત છે અને એટલેથી ન અટકતા તેણે ન્યુઝપેપરને ખોટો ઈન્ટરવ્યુ આપ્યો અને લોકોની સિમ્પથી મેળવી. જે ફંડ તેણે અજાણ્યા લોકો પાસેથી કેન્સરની સારવાર માટે મેળવ્યુ હતુ તેનો ઉપયોગ તેણે લગ્ન અને ત્યારબાદ રજાઓ માણવામાં કર્યો. જજે સ્ટેનડેનને 2,000ના ડોનેશનની ભરપાઈ કરવા પણ આદેશ કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે સાચી વિચારધારા ધરાવતા સમાજના લોકોને સ્ટેનડેનના વર્તનને કારણે ધક્કો લાગ્યો છે.
લોકોની આંખો ખોલી નાખે તેવો આ કિસ્સો છે. સોશ્યલ મિડિયા પર ઘણાં ફંડ રેઝિંગ એકાઉન્ટ્સ લોકો જોતા હોય છે અને તેમાં મદદ પણ કરતા હોય છે પણ આવા એકાઉન્ટ્સ ફ્રોડ પણ હોઈ શકે છે. માટે ફંડ આપતા પહેલા તેની યોગ્ય ચકાસણી થાય તે ખૂબ જરૂરી છે. જે લોકો ખરેખર સારી ભાવનાથી બીજાને મદદ કરવા ધારે છે તે પણ આવા કિસ્સા સાંભળ્યા બાદ વિચારતા થઈ જશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર