ETVનો પર્દાફાશઃ અભ્યાસ વગર ત્રણ લાખ આપી બનો એન્જિનિયર!

  • Share this:
    બિહારની રાજધાની પટનામાં ડિગ્રીના કાળાબજારનો પર્દાફાશ થયો છે. ઈટીવીના એક સ્ટિંગ ઓપરેશનમાં આ 'ડિગ્રી બજાર'નો ખુલાસો થયો છે. ઈટીવીના ખુલાસા બાદ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ બાદ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

    ઈટીવીની તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે પટનામાં તમને ત્રણ લાખ રૂપિયામાં કોઈ પણ અભ્યાસ કર્યા વગર એન્જિનિયરિંગની ડિગ્રી, દોઢ લાખ રૂપિયામાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, અને રૂ. એક લાખમાં ભણાવવાનું લાઇસન્સ એટલે કે બી.એડની ડિગ્રી મળી રહી છે. અહીં બે મહિનામાં એન્જિનયિરિંગની ડિગ્રી મળે છે, તો એક જ મહિનામાં ડિપ્લોમાની ડિગ્રી મળી જાય છે.

    એવું બની શકે કે આ સમાચાર વાંચ્યા અને વીડિયો જોયા બાદ તમને પણ એન્જિનિયરો પરથી વિશ્વાસ ઉઠી જાય. એવું પણ બની શકે કે તમે તમારી સમક્ષ ઉભેલા શિક્ષકને પણ શંકાની નજરે જોવા લાગો, પરંતુ પૈસા ફેકીને અભ્યાસ કર્યા વગર એન્જિનિયર અને શિક્ષક બની શકાય છે તે હકીકત છે.

    ઈટીવીને માહિતી મળી હતી કે પટનામાં ડિગ્રીની કાયદેસરની બજાર લાગી છે. ડિગ્રી પણ ફેક નહીં પરંતુ એકદમ સાચી મળે છે. આ આખી ગેમમાં બિહાર બહારની અનેક મોટી યુનિવર્સિટીથી લઈને પટના સુધી આખું રેકેટ કામ કરે છે. આ ડિગ્રી ઉપર કોઈ સવાલ પણ ઉભા નથી કરી શકતા. આ ડિગ્રીઓ ખૂબ જ ચપળતાથી જૂની તારીખમાં તૈયાર કરવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: