સગાઈ બાદ પણ પ્રેમી સાથે 'ઇલુ ઇલુ' કરી રહી હતી યુવતી, મંગેતરે બાયફ્રેન્ડની લોખંડના સળિયા વડે કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

મંગેતરને ભાવી પત્નીના પ્રેમ પ્રસંગની જાણ થતાં તેના બોયફ્રેન્ડને બે-ત્રણ વખત સમજાવ્યો હતો તેમ છતાં તેણે પોતાની હરકત ચાલું રાખી હતી.

 • Share this:
  જોધપુરઃ રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાં (Jodhpur) એક ચોંકાવનારો હત્યા કેસ સામે આવ્યો છે. અહીં એક પ્રેમ પ્રસંગમાં (love affair) હત્યાની (murder) ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે યુવકની સગાઈ ( engagement) થઈ ગઈ હતી. ત્યારબાદ તેન ખબર પડી હતી કે તેની થનારી પત્નીનું અન્ય યુવક સાથે પ્રેમ હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની થનારી પત્નીના (wife) બોયફ્રેન્ડની (boyfriend) હત્યા કરી દીધી હતી.

  આ ઘટના જોધપુરના ચૌપાસની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં મંગળવારે સાંજે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે હત્યાના આરોપી ટહલા ભીલની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. તેને જાણવા મળ્યું કે નરેશ ભીલ તેની મંગેતરને ફોન કરે છે. બંને વચ્ચે કંઈ ચાલી રહ્યું છે. ત્યારબાદ ટહલાએ નરેશને એક બે વખત સમજાવ્યો હતો.

  આમ છતાં નરેશ પોતાની પ્રેમીકા સાથે ફોન ઉપર વાતો કરતો હતો. આ અંગેના જાણકારી આરોપીને થઈ તો નરેશને સમજાવ્યો હતો. મંગળવારે બંને સામ સામે આવી ગયા હતા લોકોએ વચ્ચે પડીને બંનેનો ઝગડો શાંત પાડ્યો હતો. પરંતુ ટહલા નરેશની પાછળ લાગી ગયો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કોરોનાની દવા ગણાવી પુત્રી-પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પિતાએ પણ ઝેર પીધું, સુસાઈડ નોટમાં લખ્યું કરાણ

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક તસવીરો! રાજકોટ: ધોરાજીમાં મીની ટ્રેક્ટરમાં દર્દીને નાંખી લઈ જવાયો સારવાર માટે

  બપોરે તેને જાણ થઈ કે નરેશ ચૌપાસીની હાઉસિંહ બોર્ડના 18 સેક્ટર સ્થિત રાજ ક્લિનિક ઉપર હાજર હતો. ટહલા ત્યાં પહોંચ્યો અને ક્લીનિકમાં ઘુસીને લોખંડના સળિયાથી નરેશ ઉપર તાબડતોબ વાર કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

  આ પણ વાંચોઃ-સુરતઃ બિન ન ભરતા હોસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂક્યો, 'હલકી' હરકત CCTVમાં કેદ

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

  ક્લીનિકના માલિકે આ અંગે પોલીસને જાણ કરીહ તી. ઘટના સ્થળ ઉપર પોલીસની ટીમે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.  મૃતક નરેશ પાક વિસ્થાપિત હિન્દુ છે અને આરોપી ટહલા પણ પાક વિસ્થાપિત હિન્દુ છે. ઘટના બાદ મૃતકના પરિજનોને જાણ કરી અને આરોપીની ઓળખ કરી અને ક્લિનિકના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
  Published by:ankit patel
  First published: