Delhi News: દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendar Jain)ની કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા સ્થિત કંપની સાથે સંકળાયેલા હવાલા ટ્રાન્ઝેક્શનના સંબંધમાં ધરપકડ કરાઈ છે.
હવાલા ટ્રાન્ઝેક્શન કેસમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Health Minister Satyendar Jain)ની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલકાતાની એક કંપની સાથે સંબંધિત હવાલા (Hawala business) ટ્રાન્ઝેક્શનના કેસમાં સ્વાસ્થ્ય મંત્રીની ધરપકડ કરી છે. EDના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે 2015-16 દરમિયાન સત્યેન્દ્ર જૈન જાહેર સેવક હતા, ત્યારબાદ તેમની માલિકીની અને તેમના દ્વારા નિયંત્રિત કંપનીઓએ હવાલા દ્વારા કોલકાતા બેસ્ડ એન્ટ્રી ઓપરેટરોને રોકડ ટ્રાન્સફરના બદલામાં શેલ કંપનીઓ પાસેથી રૂ. 4.81 કરોડ મેળવ્યા હતા.
EDએ ઉલ્લેખ કર્યો છે કે આ રકમનો ઉપયોગ જમીનની સીધી ખરીદી માટે અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. AAP નેતા અને દિલ્હી સરકારમાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સામે નાણાં લોન્ડરિંગનો ED કેસ સીબીઆઈ દ્વારા ઓગસ્ટ 2017માં તેમની અને અન્યો વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ રાખવા બદલ નોંધાયેલ FIRમાંથી ઉદ્ભવ્યો હતો.
કામચલાઉ આદેશ જારી કર્યો તમને જણાવી દઈએ કે ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવાર અને કંપનીઓની 4.81 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જૈન અરવિંદ કેજરીવાલની આગેવાન વાળી સરકારમાં આરોગ્ય, વીજળી, ગૃહ, પીડબલ્યુડી, ઉદ્યોગ, શહેરી વિકાસ, પૂર, સિંચાઈ અને પાણી મંત્રી છે.
2018 માં, EDએ આ કેસના સંબંધમાં શકુર બસ્તીના આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યની પણ પૂછપરછ કરી હતી. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે પ્રોપર્ટી અટેચ કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો છે.