નવી દિલ્હી : સ્માર્ટફોન બનાવનારી ચીની કંપની શાઓમી (Xiaomi) પર ઇડીનો (Enforcement Directorate)ગાળીયો મજબૂત બની રહ્યો છે. ઇડીએ ફેમા અંતર્ગત શાઓમી ટેકનોલોજી ઇન્ડિયા (Xiaomi India)પ્રાઇવેટ લિમિટેડના 5551 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. શાઓમી ઇન્ડિયા ચીન સ્થિત શાઓમી સમૂહની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની છે.
આ વિશે એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઇડીએ કંપની દ્વારા કરવામાં આવેલા ગોરખધંધામાં વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ 1999 અંતર્ગત આ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલ રકમ કંપનીના બેંક એકાઉન્ટમાં પડી હતી. ઇડીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કંપની દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર રેમિટેંસેજના મામલામાં તપાસ શરુ કરી હતી. આ પહેલા ઇડીએ શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ મનુ કુમારને તલબ કર્યા હતા.
ઇડી અધિકારીઓનું માનવામાં આવે તો કંપનીએ 2014માં ભારતમાં કામ શરુ કર્યું હતું અને 2015થી પૈસા મોકલવાનં શરુ કર્યું હતું. કંપનીએ ત્રણ વિદેશી આધારિત સંસ્થાને 5551.27 કરોડ રૂપિયાની બરાબર વિદેશી કરેન્સી ઇન્વેસ્ટ કર્યા, જેમાં રોયલ્ટી અંતર્ગત શાઓમી સમૂહ એકમ સામેલ છે. રોયલ્ટીના નામ પર આટલી મોટી રકમ કંપનીના ચીની સમૂહની સંસ્થાઓના આદેશ પર મોકલવામાં આવી હતી. અન્ય બે યૂએસ આધારિત અસંબંધિત સંસ્થાઓને કરોડો રૂપિયાની રકમ પણ શાઓમી સમૂહની સંસ્થાઓના અંતિમ લાભ માટે હતી.
શાઓમી ઇન્ડિયાનો MI ના બ્રાન્ડ નામથી ભારતમાં મોબાઇલ ફોન યૂઝર્સના એક મોટા ભાગ પર કબજો છે. શાઓમી ઇન્ડિયા પુરી રીતે ચીન નિર્મિત મોબાઇલ સેટ અને તેના અન્ય ઉત્પાદ ભારતમાં નિર્માતાઓથી ખરીદે છે. શાઓમી ઇન્ડિયાએ એ ત્રણ વિદેશી આધારિત સંસ્થાઓથી કોઇ સેવા લીધી નથી જેમને આ પ્રકારની રકમ હસ્તાંતરિત કરવામાં આવી છે. કંપનીએ રોયલ્ટીના બહાને અવૈધ તરીકે અહીંથી કમાયેલી રકમ દેશની બહાર મોકલી અને બાકી ફેમાનું ઉલ્લંઘન કરતા કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું. ખાસ વાત એ છે કે કંપનીએ વિદેશોમાં પૈસા મોકલતા સમયે બેંકોને ભ્રામક જાણકારી પણ આપી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર