અમેરિકાના કહેવાથી ભારતે ચેન્નઈમાં કર્યુ એક હેલિકોપ્ટર જપ્ત, જાણો શું છે મામલો?

અમેરિકાના કહેવાથી ભારતે ચેન્નઈમાં કર્યુ એક હેલિકોપ્ટર જપ્ત, જાણો શું છે મામલો?

અહેવાલો અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)એ અમેરિકન અધિકારીઓની અપીલ બાદ એક મોટા ઓપરેશનમાં ચેન્નાઈ (Chennai) પાસેથી એક બેલ 214(BELL 214) હેલિકોપ્ટર જપ્ત કર્યુ છે. આ હેલિકોપ્ટરનું નામ હામિદ ઇબ્રાહિમ અને અબ્દુલ્લાના નામ પરથી રખાયુ છે જેમને એએઆર કોર્પોરેશન(AAR Corporation) કંપનીમાંથી આયાત કરવામાં આવ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case)માં ચેન્નાઈમાં એક હેલિકોપ્ટર કબજે કર્યું છે. આ હેલિકોપ્ટર અમેરિકાની ભલામણ બાદ જપ્ત કરવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, ભારત (India)ની તપાસ એજન્સીએ અમેરિકન અધિકારીઓની અપીલ બાદ મોટી કાર્યવાહીમાં ચેન્નાઈથી બેલ 214 હેલિકોપ્ટર જપ્ત કર્યુ છે. આ હેલિકોપ્ટરનું નામ હામિદ ઇબ્રાહિમ અને અબ્દુલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમને એએઆર કોર્પોરેશન કંપનીમાંથી આયાત કરવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, બેલ 214 હેલિકોપ્ટર થાઇલેન્ડ થઈને ભારતમાં દાખલ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ ચેન્નાઈ. માટાડી ફ્રી ટ્રેડ વેરહાઉસ એરિયા (FTWZ)માં મૂકવામાં આવ્યુ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ 17(1એ) હેઠળ પરિસરના સંરક્ષકને આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં એફટીડબલ્યુઝેડથી હેલિકોપ્ટર અને તેના ભાગોની અવરજવરને રોકવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં અનુસુચિત જાતીના લોકો પર અત્યાચારના કિસ્સા વધ્યા

અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગની વિનંતી પર ઇ.ડી.એ આ કાર્યવાહી કરી હતી. અગાઉ ઇ.ડી.એ ચેન્નાઈ એફટીડબલ્યુઝેડ અને મેરિલોગ એવિયન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોના નિવાસસ્થાનો સહિત વિવિધ પરિસરમાં દરોડા પાડ્યા હતા.

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યોરિટીએ જણાવ્યું હતું કે બેલ 214 હેલિકોપ્ટરનો ઉપયોગ એવા દેશોની મુસાફરી માટે કરવામાં આવ્યો હતો જ્યાં અમેરિકા દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ અંગે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

 આ પણ વાંચો: ગરીબ લોકોને વારંવાર ધક્કા ન ખવડાવશો : CM patel

બેલ 214 હેલિકોપ્ટર થાઇલેન્ડ થઈને ભારતમાં પ્રવેશ્યુ હતું. અહેવાલ મુજબ આરોપીએ હેલિકોપ્ટર ચેન્નાઈમાં છુપાવી દીધું હતું, તેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયાએ અમેરિકાના કહેવા પર પોતાના સ્તરે તપાસ હાથ ધરી હતી અને હેલિકોપ્ટરનો કબજો લીધો હતો.

આ પણ વાંચો: Puneeth Rajkumar Dead: પુનિતના નિધનથી ફેન્સ આઘાતમાં, 1એ આપઘાત કર્યો, 2ના હાર્ટએટેકથી મોત

ઈડી તપાસમાં બહાર આવ્યું છે કે હેલિકોપ્ટરને ગોડાઉનમાં છુપાવી રાખવામાં આવ્યું હતું. આ ગોડાઉન દર મહિને ભાડે આપવામાં આવે છે. જ્યારે હેલિકોપ્ટર જપ્ત કરવામાં આવ્યું ત્યારે હેલિકોપ્ટર ખરાબ સ્થિતિમાં હતું અને તેના ઘણા ભાગ અલગ પડેલા હતા. રાજ્ય કે ભારતે અમેરિકા સાથે સમજૂતી હેઠળ આ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Riya Upadhay
First published: