મુંબઈ : શિવસેનાના નેતા સંજય રાઉતની (Sanjay Raut)ઇડીએ (Enforcement Directorate-ED)રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. ઇડીના સૂત્રોએ દાવો કર્યો કે રાઉતની ઘરેથી 11.5 લાખ રૂપિયા રોકડા હિસાબ વગરના મળી આવ્યા છે. આ સિવાય મુંબઈ પોલીસે અલગથી પાત્રા ચોલ મામલામાં (Patra Chawl land scam case)ઇડીની સાક્ષી સ્વપ્ના પાટકરને કથિત રુપથી ડરાવવા-ધમકાવવા માટે સાંસદ સામે એફઆઇઆર નોંધાવી છે. રાઉત અને વકીલ વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો રેકોર્ડિંગ પર આધારિત છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું કે વકોલો પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 504 અને 509 અંતર્ગત પ્રાથમિક કેસ નોંધવામાં આવ્યો છે. પાટકરે રાઉત પર ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ સંજય રાઉતના ભાઇ સુનિલ રાઉતે કહ્યું કે જે બંડલમાં કેશ મળ્યા છે તેના પર એકનાથ શિંદેનું નામ લખેલું હતું. સુનીલ રાઉતે પત્રકારોના સવાલોનો જવાબ આપતા કહ્યું કે 10 લાખ રૂપિયા વિશે મેં સ્પષ્ટ કરી દીધું છે કે જે પેકેટમાં તે પૈસા મળ્યા છે તેના પર અયોધ્યા માટે અને એકનાથ શિંદે આવું લખ્યું હતું. મતલબ સ્પષ્ટ કે પૈસા અયોધ્યા માટે હતા.
ઇડીની કાર્યવાહીના થોડા સમય બાદ તેમણે ટ્વીટ કર્યું, 'હું સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની શપથ લઈને કહું છું કે મારો કોઈ કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી.' તેમણે લખ્યું, 'હું મરી જઈશ, પણ શિવસેના નહીં છોડું.' દરોડા દરમિયાન મોટી સંખ્યામાં શિવસેનાના સમર્થકો રાઉતના ઘરની બહાર એકઠા થયા હતા અને એજન્સીની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સમર્થકોએ તેમના હાથમાં ભગવા રંગના ધ્વજ અને બેનરો સાથે એજન્સી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
શું છે કેસ
મુંબઈની પાત્રા ચોલના પુર્નવિકાસ સાથે જોડાયેલી કથિત અનિયમિતાઓ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ મામલાના સંબંધમાં ઇડી સંજય રાઉતની સંલિપ્તતાની તપાસ કરી રહી છે. આ પહેલા ઇડીએ સંજય રાઉત અને તેમના પરિવાર સાથે જોડાયેલા આઠ ભૂખંડો અને મુંબઈના દાદર ઉપનગરમાં એક ફ્લેટને મની લોન્ડ્રીંગ કેસ અંતર્ગત જપ્ત કર્યો હતો. એપ્રિલમાં ઇડીએ પોતાની તપાસ અંતર્ગત સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના બે સહયોગીઓની 11.5 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ અસ્થાયી રુપથી કુર્ક કરી હતી. આ આખી ઘટના મુંબઈમાં એક ચાલીના પુર્નવિકાસ સાથે જોડાયેલ 1034 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ તપાસથી સંબંધિત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર