આઝમ ખાન વિરુદ્ધ જમીન પડાવી લેવા મામલે EDએ કેસ દાખલ કર્યો

News18 Gujarati
Updated: August 1, 2019, 9:36 PM IST
આઝમ ખાન વિરુદ્ધ જમીન પડાવી લેવા મામલે EDએ કેસ દાખલ કર્યો
આઝમ ખાનની ફાઇલ તસવીર

આઝમ ખાન જોહર યુનિવર્સિટીના સંસ્થાપક અને ચાંસેલર છે. આ યુનિવર્સિટીને લઇને પહેલા પણ એસઆઇટીની તપાસ થઇ છે.

  • Share this:
ઇડીએ સમાજવાદી પાર્ટીના વિવાદાસ્પદ નેતા આઝમ ખાન વિરુદ્ધ ગુરુવારે મની લોન્ડ્રિંગ કાયદા અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આઝમ ઉત્તરપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી અને રામપુરથી વર્તમાન સાંસદ છે. ગત દિવસોમાં ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે તેમની વિરુદ્ધ ગેરકાયદે કબ્જાને લઇને પણ મામલા દાખલ કર્યા છે. તેમની જૌહર યુનિવર્સિટીમાં બે દિવસ પહેલા છાપો મારવામાં આવ્યો હતો. અધિકારીઓના પ્રમાણે યુનિવર્સિટીના પુસ્તકાલયમાં 2500 ચોરીના પુસ્તકો જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ પ્રશાસનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા અને કલમ 144 તોડવા પર આઝમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા ખાનની ગુરુવારે 24 કલાકમાં બીજી વખત ધરપકડ કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. પ્રશાસને જિલ્લાની સીમાઓ સીલ કરીને સપા નેતાઓને રામપુરમાં ઘુસવાથી રોકી દીધા હતા. એસએસપી આકાશ તોમરનું કહેવું છે કે કાંવડ યાત્રા અને બકરીઇદને ધ્યાનમાં રાખીને રામપુરમાં પોલીસે પ્રવેશ નિષેધ હુકમ જાહેર કર્યો છે. માહોલને બગાડવાની કોશિષ કરનાર કોઇ વ્યક્તિને છોડવામાં નહીં આવે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું તમે નવસારીમાં આદીવાસીઓના ઢીંગલા મહોત્સવ વિશે જાણો છો ?

આઝમ ખાન જોહર યુનિવર્સિટીના સંસ્થાપક અને ચાંસેલર છે. આ યુનિવર્સિટીને લઇને પહેલા પણ એસઆઇટીની તપાસ થઇ છે. ઉલ્લેખનીય છે કે યુપી જિલાધિકારી સદરની કોર્ટે આઝમ ખાના મૌલાના મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટીની અંદર જઇ રહેલા સાર્વજનિક માર્ગ પરથી દબાણ હટાવવાનો આદેશ આપ્યો હતો. ઉપ જિલ્લાધિકારી સદ રામપુર પ્રેમ પ્રકાશ તિવારીએ ક્ષતિપૂર્તિના રૂપમાં આઝમ ખાન પર 3 કરોડ 27 લાખ 60 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
First published: August 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading