બિટકોઇન કૌભાંડ: EDએ શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની કરી પૂછપરછ

News18 Gujarati
Updated: June 5, 2018, 3:11 PM IST
બિટકોઇન કૌભાંડ: EDએ શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની કરી પૂછપરછ
સ્પેશલ સેલની સાઇબર યૂનિટ પણ ટ્રાન્જિટ રિમાન્ડ પર અમિત ભારદ્વાજની પૂછપરછ કરશે

સ્પેશલ સેલની સાઇબર યૂનિટ પણ ટ્રાન્જિટ રિમાન્ડ પર અમિત ભારદ્વાજની પૂછપરછ કરશે

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને  ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ બિટકોઇન કૌભાંડ મામલે સમન્સ બજાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ કુન્દ્રાની મુંબઇની EDની ઓફિસમાં પૂછપરછ થઇ રહી છે. થોડા દિવસ પહેલાં જ આ મામલે મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ થઇ ગઇ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણે પોલીસનાં શંકજામાં આવેલા આરોપી અમિત ભારદ્વાજે પૂછપરછમાં રાજ કુન્દ્રાનું નામ લીધુ હતું. તપાસમાં માલૂમ થયુ છે કે, ઘણાં ફિલ્મ સ્ટાર્સ બિટકોઇન દ્વારા પૈસા કમાઇ રહ્યાં હતાં. અમિત ભારદ્વાજ આ સ્ટાર્સનાં રૂપિયા બિટકોઇનમાં લગાવતો હતો. આ કૌભાંડની રમક બે હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.

સોર્સિસની માનીયે તો, અમિતે gatbitcoin.com નામની વેબસાઇટથી ઘણાં લોકોને ચૂનો લાગ્યો હતો. આ સમયે EDની રડાર પર ઘણાં બોલિવૂડ સ્ટાર્સ છે જે સતત અમિતનાં સંપર્કમાં હતાં. અમિત ભારદ્વાજ અને તેનાંથી જોડાયેલાં લોકોએ બિટકોઇન બેઝ્ડ પોન્ઝી સ્કીમની લાલચ આપી બિટકોઇનમાં પેસા લગાવવાનાં નામે આશરે 50થી 60 લોકો સાથે છેતરપીંડી કરી હતી. તમામ 50થી 60 લોકોની ફરિયાદને આધઆરે પોલીસની સ્પેશલ સેલે અમિત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અમિત ભારદ્વાજ વિરુદ્ધ દિલ્હી પોલીસની સ્પેશલ સેલમાં પણ બિટકોઇનથી જોડાયેલાં બે કેસ છે. આ મહિને સ્પેશલ સેલની સાઇબર યૂનિટ પણ ટ્રાન્જિટ રિમાન્ડ પર અમિત ભારદ્વાજની પૂછપરછ કરશે. સોર્સિસની માનીયે તો હજુ વધુ બોલિવૂડ સ્ટાર્સનાં નામ સામે આવે તેવી શક્યતાઓ છે.
First published: June 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading