નવી દિલ્હી: ગત દિવસોમાં દિલ્હીમાં ઇઝરાયલી એમ્બેસી (Israel Embassy Blast)ની પાસે થયેલાં વિસ્ફોટ બાદ દેશ આખામાં મુખ્ય ઠેકાણે સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો આ બ્લાસ્ટની તપાસ કરી રહેલી નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ની નેસનલ બોમ્બ ડેટા સેન્ટરની ટીમે આશંકા વ્યક્ત કરી છે કે આ બ્લાસ્ટમાં એનર્જી ડ્રિંક કેન (Energy Drink Can)નો ઉપયોગ થયો છે. એવું એટલે કહેવામાં આવી રહ્યું છે કારણ કે બ્લાસ્ટની જગ્યાની પાસે જ તુટેલી હાલતમાં એક એનર્જી ડ્રિંકનું કેન મળી આવ્યું છે.
સૂત્રોનાં ન્યૂઝ 18ને જણાવ્યાં અનુસાર એનર્જી ડ્રિંક કેનને સર્કિટ બોર્ડ ડિવાઇસ છુપાવવા માટે ઉપયોગ થયો છે આ સંભાવના છે કે, તેને ટાઇમર સાથે જોડવામાં આવ્યું હોય. બ્લાસ્ટની જગ્યા પર સર્કિટ બોર્ડ પણ મળી આવ્યું છે. સૂત્રો અનુસાર આ માહિતી પણ મળી છે કે, બોમ્બની ડિવાઇશમાં એલ્યૂમીનિયમની સાથે સાથે પેટએરીથ્રાઇટોલ ટેટ્રાનાઇટ્રેટ (PETN) પણ મળી આવ્યું છે. જેની પુષ્ટિ લેબે કરી છે. એક સૂત્રનાં કહેવાં મુજબ, આ એક વિરોદાભાસ છે કારણ કે, એક ઘાતક વિસ્ફોટક છે અને બીજો સામાન્ય વિસ્ફોટક છે. જોકે, અંતિમ રિપોર્ટ આજે રવિવારે આવશે.
NSGની ટીમે બ્લાસ્ટનાં સ્થાનની તપાસ કરી છે. આ રિપોર્ટ બ્લાસ્ટની તપાસ કરી રહેલી દિલ્હી ટીમની સાથે શેર કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ, ટીમે ઘણાં CCTV ફૂટેજ મેળવ્યા છે. પણ હજુ સુધી કોઇ નક્કર પરિણામ પર પહોચ્યા નથી. કારણ કે એમ્બસીની આસપાસ અધિકાંશ CCTV ખરાબ હતાં.
સૂત્રો મુજબ આ બ્લાસ્ટનાં અડધા કલાક પહેલા અને બાદમાં એમ્બેસી અને તેની આસપાસ સક્રિય મોબાઇલ નંબરો અને તેમની કોલ ડિટેઇલ પણ મેળવવામાં આવી રહી છે. જેની સાથે જ કેબ કંપનીઓને પણ તે વ્યક્તિઓની જાણકારી આપવા જણાવવામાં આવ્યું છે જે તે દિવસે એમ્બસીની આસપાસ આવ્યા હતાં.
તપાસ એજન્સીઓ એમ્બસીની આસપાસનાં ક્ષેત્રનું IPDR ડેટા પણ તપાસી રહ્યાં છે. જેનાંથી માલૂમ થઇ શકે કે આ વિસ્તારમાં તે દિવસે કોઇ સંદિગ્ધ વ્યક્તિ મોબાઇલ કોલની જગ્યાએ ઇન્ટરનેટ કોલિંગ દ્વારા કોઇનાં સંપર્કમાં તો ન હતોને.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર