નવી દિલ્હી : દુનિયાભરમાં છેલ્લા બે વર્ષથી સંકટનું કારણ બનેલી કોરોના મહામારીનો (corona epidemic)અંત હવે જલ્દી થઇ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (World Health Organization-WHO)પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે આ વાત પર ચર્ચા શરુ કરી દીધી છે કે કોવિડ-19 મહામારીને (covid-19)કેવી રીતે અને ક્યારે ખતમ જાહેર કરવામાં આવે. એ વાત ઉપર પણ વિચાર થઇ રહ્યો છે કે કોરોના વાયરસ આવ્યાના બે વર્ષ કરતા વધારે સમય પછી જ્યારે તેને ખતમ જાહેર કરવામાં આવશે તો તેની આખી દુનિયા પર શું અસર થશે. જ્યારે ઘણા દેશોએ પહેલા જ કોવિડ પ્રોટોકોલના (covid protocol)સખત નિયમોમાં ઢીલ આપવાનું શરુ કરી દીધું છે.
WHO એ કહ્યું કે કોરોના મહામારીના અંતની જાહેરાત તાત્કાલિક કરવા વિશે હાલ કોઇ વિચાર કરવામાં આવી રહ્યો નથી. દુનિયામાં મોટા ભાગના દેશોમાં નવા કેસોમાં ઘટાડો થયો છે. જોકે હોંગકોંગમાં મૃત્યુ દર વધ્યો છે અને ચીનમાં બે વર્ષમાં પ્રથમ વખત સપ્તાહમાં 1000થી વધારે નવા દૈનિક કેસ નોધાયા છે. જેથી જેનેવા સ્થિત WHO માં એ વાત પર ચર્ચા થઇ રહી છે કે કયા એવા સંકેત હશે જે 30 જાન્યુઆરી 2020ના રોજ જાહેર થયેલી કોરોના મહામારીના અંતનો સંકેત આપશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે આ પ્રકારની જાહેરાત ફક્ત એક પ્રતિકાત્મક સંકેતથી વધારે મહત્વની હશે. WHO એ કહ્યું કે કોવિડ-19 પર ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટી (International Health Regulations Emergency Committee)કોરોના મહામારીને ખતમ જાહેર કરવા માટે જરૂરી માપદંડોની તપાસ કરી રહી છે.
ઘણા દેશોએ પહેલાથી જ કોવિડ પ્રોટોકોલના કડક નિયમોમાં ઢીલ આપવાનની શરૂઆત કરી દીધી છે. જોકે કેટલાક એશિયન દેશોમાં સંક્રમણ વધવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. જ્યારે જર્મની હાલમાં જ કોરોનાના રેકોર્ડ સ્તર કેસ નજીક પહોંચી ગયું છે. ડબલ્યુએચઓના મતે છેલ્લા એક સપ્તાહમાં દુનિયામાં એક કરોડથી વધારે કેસ સામે આવ્યા છે અને 52,000 મોત થયા છે.
" isDesktop="true" id="1188559" >
શોધકર્તાએ એ પણ ચેતવણી આપી છે કે ભલે કોવિડ-19ના કેસમાં ઘડાટો થયો હતો. પણ તે મેલેરિયા અને ટીબી જેવી બીમારીઓની જેમ દર વર્ષે હજારો લોકોના મોતની આશંકા છે. સાથે તેના નવા અને વધારે સંક્રમણ વેરિએન્ટ્સની આવવાની આશંકા પણ ખતમ થઇ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર