શ્રીનગર : જમ્મુ કાશ્મીરના (jammu kashmir)કુલગામ અને પુલવામાં જિલ્લામાં શનિવારે સુરક્ષાબળોએ 2 અલગ-અલગ અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર (terrorists killed)કર્યા છે. પોલીસના મતે કુલગામના ખાંદીપોરા વિસ્તારમાં એક આતંકવાદી છુપાયો હોવાની માહિતીના આધારે તલાશી અભિયાન શરુ કર્યું હતું. સુરક્ષા બળોને જોતા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરુ કર્યો હતો. સુરક્ષા બળોની જવાબી કાર્યવાહીમાં હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે પુલવામાના દ્રબગામ વિસ્તારમાં કલાકો સુધી ચાલેલી અથડામણમાં (encounters in jammu kashmir)સુરક્ષાબળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે પુલવામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદી સ્થાનીય છે અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. તેમાંથી એકની ઓળખ જુનૈદ શીરગોજરીના રૂપમાં થઇ છે, જે 13 મે ના રોજ શહીદ પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહમદની હત્યામાં સામેલ હતો. અન્ય બે આતંકીઓની ઓળખ પુલવામાં જિલ્લાના ફાઝિલ નજીર ભટ અને ઇરફાન મલિકના રુપમાં થઇ છે. તેમની પાસેથી સુરક્ષા બળોએ મોટી માત્રામાં હથિયાર, ગોળા બારૂદ અને અન્ય આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે.
જમ્મુ કાશ્મીરના પ્રવક્તાએ જણાવ્યું કે કુલગામમાં સુરક્ષા બળોએ પહેલા એન્કાઉન્ટર સાઇટની આસપાસ ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તેમણે કહ્યું કે અથડામણમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ રસિક અહમદ ગનીના રૂપમાં થઇ છે, જે કુલગામનો રહેવાસી છે અને આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દિન માટે કામ કરતો હતો. માર્યો ગયેલો આતંકી પોલીસ અને સુરક્ષા બળો પર થયેલા હુમલા અને અન્ય ઘટનાઓમાં સામેલ હતો. અથડામણ સ્થળેથી હથિયાર અને ગોળા બારુદ સહિત એક 303 રાઇફલ, 23 રાઉન્ડ કારતૂસ, એક પિસ્તોલ સાથે 31 રાઉન્ડ કારતૂસ અને અન્ય આપત્તિજનક સામગ્રી મળી આવી છે.
થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરના અનંતબાગ જિલ્લામાં અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દિનનો (Hizbul Mujahideen)એક સ્વંયભૂ કમાન્ડર માર્યો ગયો હતો. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો કમાન્ડર એચએમ નિસાર ખાંડે માર્યો ગયો હતો. તેની પાસેથી આપત્તિજનિક સામગ્રી, એક 47 રાઇફલ સહિત હથિયાર અને ગોળા બારુદ મળી આવ્યા છે. આ અથડામણ શુક્રવારે સાંજે અનંતબાગના ઋષિપુરા વિસ્તારમાં થઇ હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર