ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓને પકડવા માટે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના પિંજુરા ગામ અને જૈનપોરા સેક્ટર અને કુલગામ જિલ્લાના મોહમ્મદ પોરા વિસ્તારને ઘેરી દીધી છે. સુરક્ષા દળોને આ વિસ્તારોમાં કેટલીક આતંકી ગતિવિધિ હોવાની જાણ થઈ હતી. સેનાના જવાન દરેક ઘરની તલાશી લઈ રહ્યા છે અને ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે હટાવવાનું કામ પણ કરી રહી છે.
મળતી જાણકારી મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને સૂચના મળી હતી કે કેટલાક આતંકવાદી વિસ્તારમાં છુપાયેલા છે. સૂચનાના આધારે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના પિંજુરા ગામ અને જૈનપોરા સેક્ટરને ઘેરી લીધા છે. બીજી તરફ, કુલગામ જિલ્લાના મોહમ્મદ પોરામાં પણ આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટરની માહિતી છે. મળતી જાણકારી મુજબ, વિસ્તારમાં બેથી વધુ આતંકી છુપાયેલા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. બંને તરફથી ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનની માહિતી નથી.
મોહમ્મદ પોરા સેક્ટરમાં ઇન્ટરનેટ સેવા સમગ્રપણે બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીની જાણકારી મુજબ આતંકવાદીઓમાં તેમનો કમાન્ડર પણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી 86 આતંકીઓનો સફાયો કરવામાં આવી ચૂક્યો છે. તેઓએ સંકલ્પ વ્યક્ત કર્યો કે આતંકીઓની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર